રવિવારે 4 જજ સાથે મુલાકાત કર્યા બાદ આજે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે, તમામ વિવાદ ઉકેલાઈ ગયો છે. જેથી હવે ન્યાયપાલિકાની ગરીમા જળવાઈ ગઈ છે. બાર કાઉન્સિલે આ લડાઈ ઘરની લડાઈ છે તેમ કહ્યું છે. કાઉન્સિંલના ચેરમેન મનન મિશ્રાએ મીડિયાને જણાવ્યું કે, 4 જજો ભેગા મળીને જ વિવાદ ઉકેલી લીધો છે.
તેમણે કહ્યું કે, ન્યાયપાલિકાની ગરીમા જળવાઈ રહેવી જોઈએ. આ સાથે તેમણે વિવાદ ઉકેલી લેવા માટે 4 જજ અને ચિફ જસ્ટિસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. જોકે જસ્ટિસ લોયાના મોત સાથે જોડાયેલ કેસ મુદ્દે મનન મિશ્રાએ કોઈ પ્રતિક્રિયા નહીં આપવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે, આ મામલે જસ્ટિસ લોયાનો પરિવાર જણાવી ચુક્યો છે કે, અમારે આ મામલે કશું જ કરવું નથી.
આ પહેલા એટોર્નિ જનરલ વેણુગોપાલે નિવેદન આપ્યું કે, વિવાદ ઉકેલાઈ ગયો છે. હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરનાર ચારે જજે ફરી પોતાનું કામ સંભાળી લીધુ છે.
ઉલ્લેખનીય છે કે, 12 જાન્યુઆરીએ 4 જજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હી, આ કોન્ફરન્સ જસ્ટિસ જે ચેલમેશ્વરના ઘરમાં આયોજિત કરવામાં આવી હતી. તેમની સાથે અન્ય ત્રણ જજ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન બી લોકુર અને જસ્ટિસ કુરિન જોસેપ હાજર હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સારા લોકતંત્રનો આધાર સારી ન્યાય વ્યવસ્થા પર હોય છે, આના વગર લોકતંત્ર સુરક્ષિત નથી રહી શકતું.
જજે કહ્યું કે, સુપ્રિમકોર્ટનું પ્રશાસન કામ નથી કરી રહ્યું. અમારી પાસે હવે બીજો કોઈ રસ્તો ન હતો, કે અમે દેશ સાથે સીધા રૂબરૂ થઈ શકીએ. અમે સાથે મળી મુખ્ય નાયાધિશને આ મામલે રજૂઆત કરી હતી, જેના માટે પગલા ભરવા પણ કહ્યું, પરંતુ અમે નિષ્ફળ રહ્યા. અમારા ચારેની ચિંતા એ હતી કે, લોકતંત્રને જીવતું રાખવા માટે એક પારદર્શી જજ અને ન્યાય વ્યવસ્થાની જરૂરત છે.
અમે આ મામલે સવારે સીજેઆઈને મળ્યા, પરંતુ તેમને સમજાવવામાં નિષ્ફળ રહ્યા. અમે દેશમાં કેટલાએ બુદ્ધિમાન લોકોને જોયા છે. પરંતુ અમે નથી ઈચ્છતા કે, 20 વર્ષ બાદ બુદ્ધિમાન લોકો અમને પુછે કે અમે ચારે લોકોએ શું પોતાની આત્મા વેચી દીધી છે. આ અમારી જવાબદારી હતી કે, અમે દેશને આ મુદ્દે જણાવીએ અને અમે આ પગલું ભર્યું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર