નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ વર્ષ 1984ના રમખાણો સાથે જોડાયેલા 186 કેસ ફરીથી ખોલશે. આ કેસમાં નિવૃત્ત જજના વડપણ હેઠળ એક સ્પેશ્યલ ટીમની રચના કરવામાં આવશે. રમખાણોના કુલ 241 કેસની ફાઈલો બંધ કરી દેવામાં આવી હતી.
1984માં તત્કાલિન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. એકલા દિલ્હીમાં જ 2,733 લોકોની હત્યા થઈ હતી.
ગત વર્ષે ડિસેમ્બરમાં પણ બની હતી કમિટિ
1984 શીખ વિરોધ રમખાણોમાં સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2017માં પણ એક કમિટિ બનાવી હતી. નિવૃત્ત જજ જેએમ પાંચા અને કેએસ રાધાકૃષ્ણનની વડપણ હેઠળની કમિટિએ 199 કેસની તપાસ કરવાની હતી. આ કેસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે પોતાનો ક્લોઝર રિપોર્ટ આપી દીધો હતો.
આ પહેલા ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એસઆઈટી તરફથી બંધ કરવામાં આવેલા 241 કેસમાં યોગ્ય તપાસ થઈ છે કે નહીં તેની તપાસ માટે બે પૂર્વ જજોની એક કમિટિ બનાવવામાં આવે. કોર્ટને માર્ચમાં જણાવવામાં આવ્યું હતું કે, 199 કેસમાં કંઈ પણ સામે ન આવતા બંધ કરી દેવામાં આવ્યા છે. આવા જ 59 કેસમાં તપાસ ચાલી રહી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર