Home /News /national-international /પાકિસ્તાનથી બોલું છું... મારી વાત નહીં માનો તો SBI હેડક્વાર્ટર ઉડાવી દઇશ, ધમકીભર્યા ફોનથી હડકંપ

પાકિસ્તાનથી બોલું છું... મારી વાત નહીં માનો તો SBI હેડક્વાર્ટર ઉડાવી દઇશ, ધમકીભર્યા ફોનથી હડકંપ

SBI ને ઉડાવી દેવાની પાકિસ્તાનથી ધમકી

SBI Headquarter Mumbai Threat Call: એક શખ્સે પોતાને એમડી જિયા-ઉલ-અલીમ તરીકે ઓળખાવી SBI ને ઉડાવી દેવાની અને ચેરમેનનું અપહરણ કરીને તેને મારી નાખવાની ધમકી આપી હતી.

    મુંબઈ:  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના હેડક્વાર્ટર (SBI Headquarter Mumbai) પર છેલ્લા બે દિવસમાં બે ધમકીભર્યા કોલ (Threat Calls on SBI Headquarter) આવ્યા છે. પાકિસ્તાનથી ફોન (Call from Pakistan) કરી રહ્યો હોવાનો દાવો કરનારે ધમકી આપી હતી કે, જો આગામી સાત દિવસમાં તેમને રૂ.10 લાખની લોન મંજૂર કરવામાં નહીં આવે તો એસબીઆઇના ચેરમેન દિનેશકુમાર ખારા (Chairman Dinesh Kumar Khara)નું અપહર કરી લેશે.

    ફોન કરનારે પોતાની ઓળખાણ એમડી જિયા-ઉલ-અલીમ (MD Jia-Ul-Alim) તરીકે આપી હતી અને બેંક પાસેથી લોન (bank loan)ની માંગણી કરી હતી. તેણે બેંકના કર્મચારીઓને ચેતવણી આપી હતી કે જો તેની માંગ પૂરી નહીં થાય તો બેંકના ચેરમેનનું અપહરણ કરવાની સાથે ઓફિસને ઉડાવી દેવામાં આવશે અને તેમની હત્યા પણ કરવામાં આવશે.

    2 દિવસમાં મળ્યા 2 ધમકીભર્યા કોલ

    અહેવાલો અનુસાર એસબીઆઈની નરીમાન પોઇન્ટ ઓફિસની લેન્ડ લાઇન પર 13 ઓક્ટોબરના રોજ સવારે લગભગ 11 વાગ્યે એક કોલ આવ્યો હતો જેમાં અજાણ્યા વ્યક્તિએ ચેરમેનને ધમકી આપી હતી. બુધવારે એક દિવસ પહેલા પણ આવો જ ધમકીભર્યો કોલ આવ્યો હતો.

    પાકિસ્તાની હોવાની આપી ઓળખ

    મુંબઈ પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે, એસબીઆઈની નરીમાન પોઇન્ટ શાખાની લેન્ડલાઇન પર એક અજાણ્યા વ્યક્તિએ 13 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે ફોન કર્યો હતો અને ધમકી આપી હતી. ફોન કરનારે પોતાને એમડી જિયા-ઉલ-અલીમ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તે પાકિસ્તાનથી બોલી રહ્યો છે અને જો તેને વહેલી તકે લોન આપવામાં નહીં આવે તો તે એસબીઆઇના ચેરમેનનું અપહરણ કરીને તેને મારી નાખશે. તેણે એસબીઆઈની ઓફિસને ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી.

    મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનને આ અંગે એસબીઆઈના આસિસ્ટન્ટ જનરલ મેનેજર (સિક્યોરિટી) અજય શ્રીવાસ્તવની ફરિયાદ મળી છે અને આઈપીસીની કલમ 506(2) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

    આ પણ વાંચો: ટાટા પાવરના IT ઈન્ફ્રાસ્ટ્રક્ટર પર સાઈબર અટેક, કંપનીએ ડેટા રિકવર કરવાનાં પ્રયાસો કર્યા ચાલુ

    પશ્ચિમ બંગાળથી આવ્યો હતો કોલ

    બાદમાં, પોલીસે ધમકીભર્યા ફોન કરનારને શોધી કાઢ્યો હતો અને માહિતી આપી હતી કે, તેણે પશ્ચિમ બંગાળથી ફોન કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે પશ્ચિમ બંગાળમાં કોલ ટ્રેસ કર્યો છે અને ટૂંક સમયમાં ટીમ ત્યાંની મુલાકાત લેશે અને કોલરને શોધવાનો પ્રયાસ કરશે. જ્યારે અમે બેંક સાથે પૂછપરછ કરી ત્યારે ફોન કરનારના નામ પરથી કોઈએ ત્યાં લોન માટે અરજી પણ કરી ન હતી. પોલીસ ઓથોરિટીએ માહિતી આપી છે કે તપાસ શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં આરોપીને ઝડપી પાડવામાં આવશે.



    પોલીસ હેલ્પલાઇન નંબર પર મળી હુમલાની ધમકી

    ઉલ્લેખનીય છે કે શહેર પોલીસના હેલ્પલાઇન નંબર પર શહેરમાં 26/11 જેવા આતંકી હુમલા અંગે વોટ્સએપ મેસેજ મળ્યાના મહિનાઓ બાદ આ વાત સામે આવી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે જેણે વિદેશમાં પણ તેની બ્રાન્ચ આવેલી છે. તેનું મુખ્ય મથક મુંબઇ, મહારાષ્ટ્રમાં હોવાથી આ બેંક હાલમાં વિશ્વની સૌથી મોટી બેંકોની યાદીમાં 49મા સ્થાને છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Bomb, Mumbai News, SBI bank, Threat

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन