Inspiration: બાળપણમાં જ ભણતર છોડેલી માતાએ પોતાના બાળકોને બનાવ્યા IAS-IPS, જાણો સંઘર્ષની કહાની
Inspiration: બાળપણમાં જ ભણતર છોડેલી માતાએ પોતાના બાળકોને બનાવ્યા IAS-IPS, જાણો સંઘર્ષની કહાની
બાળપણમાં જ ભણતર છોડેલી માતાએ પોતાના બાળકોને બનાવ્યા IAS-IPS
દરેક માતા-પિતા (Parents) કે જે પોતે ભણેલા નથી કે નથી ક્યારેય પુસ્તક વાંચ્યું તેઓ પણ ઇચ્છે છે કે તેમનું બાળક ઘણું ભણે અને આગળ વધે. આજે તમને એક એવી માતા (Powerfull Mother)ની કહાની કહેવા જઈ રહ્યા છે જેઓ પોતે તો ભણ્યા નથી પણ તેમના બાળકો આજે IAS અને IPS છે.
દરેક માતા-પિતા (Parents) ઈચ્છે છે કે તેમનું બાળક ભણી-ગણીને મોટુ નામ કમાય. જેમના માટે તેઓ બાળક જન્મે ત્યારથી તેમના શિક્ષણ (Eduction) માટે દિવસ-રાત મહેનત કરે છે. આજે દરેક માતા-પિતા કે જે પોતે ભણેલા નથી કે નથી ક્યારેય પુસ્તક વાંચ્યું તેઓ પણ ઇચ્છે છે કે તેમનું બાળક ઘણું ભણે અને આગળ વધે. પોતાનુ જીવન બાળકો પાછળ ન્યોછાવર કરતા અનેક કિસ્સા (Inspirational story) આપણે સાંભળ્યા છે. આજે તમને એક એવી માતાની કહાની કહેવા જઈ રહ્યા છે જેઓ પોતે તો ભણ્યા નથી પણ તેમના બાળકો આજે IAS અને IPS છે.
ઝુંઝુનુ જિલ્લાના અલસીસરમાં રહેતી એક માતાએ નક્કી કર્યું કે ભલે તે પોતે વાંચી ન શકે, પણ પોતાના બાળકોને કંઈક બનાવશે. આ માતાનું નામ છે સાવિત્રી દેવી. તેઓ કહે છે કે, "મને યાદ નથી કે હું કેટલા દિવસ શાળાએ ગઈ હતી. લગ્ન પછી તે અલસીસર આવી ગયા. અલસીસર પેહર કરતાં મોટું શહેર હતું. અહીં તે બાળકોને રોજ શાળાએ જતા જોતી. તેમને જોઈને મેં નક્કી કર્યું કે હું તો નથી ભણી, પણ મારા બાળકોને ચોક્કસ ભણાવીશ."
સાવિત્રી દેવી જણાવે છે કે અહીં ઘરેથી શાળા ખૂબ દૂર હતી. જો બાળકો શાળાએ ન જાય તો તેઓ પોતે પગપાળા જ તેમને લઈ નીકળી જતી. દરરોજ હું બાળકોને કહું છું કે તેઓએ શાળામાં જે શીખવ્યું છે તે ઘરે જ વાંચો. કાલે તમે જે શીખવશો તેના એક દિવસ પહેલા વાંચો. એમને એક જ વાત કહેતા, મેં વાંચ્યું નથી, પણ હું ઈચ્છું છું કે તમે ઓફિસર બનો.
સાવિત્રીને બે બાળકો એક પુત્ર અને એક પુત્રી છે. જ્યારે સાવિત્રીનો પુત્ર અનિલ કુમાર મોટો થયો ત્યારે તેમણે અભ્યાસમાં રસ લેવાનું શરૂ કર્યું અને વર્ષ 1997માં મેરીટમાં આવ્યો હતો. પછી ડોક્ટરનો અભ્યાસ કર્યો અને પોતાની મહેનત અને માતાના બળ પર આજે તે ઉત્તર પ્રદેશમાં ભારતીય પોલીસ સેવામાં છે. તેઓ ભદોઈ જિલ્લામાં એએસપીના પદ પર છે.
તે જ સમયે, સાવિત્રીની પુત્રી મંજુએ પણ ડૉક્ટર બનવા માટે અભ્યાસ કર્યો હતો પરંતુ પછીથી આઈએએસની તૈયારી કરવા દિલ્હી ગઈ હતી અને તેણે પણ આઈએએસની પરીક્ષામાં સફળતા મેળવી હતી. અને હવે મંજુ અલવરમાં UITની સેક્રેટરી છે. સાવિત્રી કહે છે કે – “તે દિવસ મારા માટે સૌથી ખુશીનો દિવસ હતો, જે દિવસે મારો દીકરો IPS બન્યો અને દીકરી IAS બની. બંનેએ એક જ દિવસે મસૂરીમાં ટ્રેનિંગ શરૂ કરી. એક જ બેચમાં તાલીમ પૂર્ણ કરી. હવે દીકરો અને દીકરી મોટા હોદ્દા પર છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર