જાણવા જેવું! 54 વર્ષ પહેલા આ મહિલાએ હેન્ડ સેનિટાઈઝરની શોધ કરી, આજે કોરોનાથી બચાવી રહ્યું છે

જાણવા જેવું! 54 વર્ષ પહેલા આ મહિલાએ હેન્ડ સેનિટાઈઝરની શોધ કરી, આજે કોરોનાથી બચાવી રહ્યું છે
Photo - સોશિયલ મીડિયા

હેન્ડ સેનિટાઈઝર પણ આ વાયરસથી બચાવાવમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. આની શોધ 54 વર્ષ પહેલા થઈ હતી.

 • Share this:
  ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો કોરોના વાયરસ આજે પુરી દુનિયા માટે એક ગંભીર ખતરો બની ગયો છે. તેના કારણે દુનિયાભરમાં અત્યાર સુધી લગભગ 16 હજાર લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે લાખો લોકો સંક્રમિત છે. આ વૈશ્વિક મહામારીને પહોંચીવળવા માટે ભારત સહિત અનેક દેશોમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે, જેથી લોકો ઘરોમાંથી બહાર ન નીકળે અને લોકોમાં સંક્રમણ ન ફેલાય. ઘરમાં કેદ લોકોને પણ વારંવાર હાથ સાબુથી અથાવ સેનેટાઈઝરથી ધોવાની સલાહ આપવામાં આવી રહી છે. સાથે હેન્ડ સેનિટાઈઝર પણ આ વાયરસથી બચાવાવમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. આજે હેન્ડ સેનિટાઈઝર ભલે સામાન્ય બની ગયું છે, પરંતુ ભાગ્યેજ લોકોને ખબર હશે કે, આની શોધ 54 વર્ષ પહેલા થઈ હતી.

  શું તમે જાણો છો કે, હેન્ડ સેનિટાઈઝર સૌથી પહેલા કોણે બનાવ્યું હતું અને તેના ઉપયોગની રીત દુનિયાને બતાવી હતી? એક રિપોર્ટ અનુસાર, સૌથી પહેલા આ બનાવવાનો આઈડિયા વર્ષ 1966માં અમેરિકન રાજ્ય કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડ શહેરમાં રહેતી એક મહિલાને આવ્યો હતો, જેનું નામ લ્યૂપ હર્નાન્ડિઝ હતું.  લ્યૂપ નર્સિંગની વિદ્યાર્થીની હતી. એક દિવસ અચાનક તેના દિમાગમાં આવ્યું કે, કોઈ દર્દી પાસે જતા પહેલા અથવા તેની પાસે જઈને આવ્યા બાદ હાથ સાફ કરવા માટે સાબુ અને પાણી ન હોય તો શું થાય. ત્યારબાદ તેણે વિચાર્યું કે, કેમ કઈ એવી વસ્તુ ના બનાવવામાં આવે જે સાબુથી કઈંક અલગ હોય અને પાણીનો પણ ઉપયોગ ન કરવો પડે. સાથે હાથ પર રહેલા કિટાણું પણ મરી જાય. ત્યારબાદ તેણે આલ્કોહોલ યુક્ત એક જેલ બનાવી અને પોતાના હાથમાં રગડી ચેક કર્યું કે તેનાથી શું ફાયદો થાય છે.

  લ્યૂપન આલ્કોહોલ જેલ કામ કરી ગઈ. તેનાથી કિટાણુંઓનો પણ સફાયો થઈ ગયો અને પાણીની જેમ તેને સુકાવવાની પણ જરૂરત ન પડી. આ પ્રમાણે લૂપની આ શોધ ધીરે ધીરે પૂરી દુનિયામાં ફેલાઈ ગઈ અને મોટી સંખ્યામાં તેનો ઉપયોગ થવા લાગ્યો. આજે લ્યૂપને ખુબ ઓછા લોકો જાણે છે. તેની પ્રાઈવેટ જિંદગી વિશે લોકોને ખબર નથી અને એ પણ ખબર નથી કે હાલ તે જીવીત છે કે નહીં. પરંતુ તેની આ શોધ પુરી દુનિયાને ફાયદો પહોંચાડી રહી છે.

  હાલના દિવસોમાં હેન્ડ સેનિટાઈઝરની શોધ તરીકે લ્યૂપ હર્નાન્ડિઝનું નામ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યું છે. દુનિયાભરના લોકો તેને ધન્યવાદ કહી રહ્યા છે, જેની શોધના કારણે જ આજે લાખો લોકોની જિંદગી બચી ગઈ છે અને આગળ પણ બચતી રહેશે.
  Published by:News18 Gujarati
  First published:March 25, 2020, 18:07 pm

  ટૉપ ન્યૂઝ