મોદીને માત્ર PM રહેવામાં જ રસ, તેમની વિચારધારા દલિત વિરોધીઃ રાહુલ

 • Share this:
  દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજીત સંવિધાન બચાઓ રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અદ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી અને બીજેપી જબરદસ્ત નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, પીએમ અને ભાજપા દલિતો પર થઈ રહેલ અત્યાચાર મુદ્દે ચુપ છે. તેમણે કહ્યું કે, દલિતો પર અત્યાચાર વધી રહ્યો છે. પૂણે, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર જ્યાં પણ પણ દેશમાં જુઓ ત્યાં દલિતો વિરુદ્ધ હિંસા વધી રહી છે. તેમને મારવામાં આવે છે, કૂચલવામાં આવે છે.

  રાહુલ ગાંધીએ તાલકટોરા સ્ટેડિયમથી કોંગ્રેસના સંવિધાન બચાવો અભિયાનનો પ્રારંભ કરાવી પોતાના સંબોધનમાં સીધો પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, પીએમ મોદીની વિચારધારા દલિત વિરોધી છે, 2019માં દેશની જનતા પીએમ મોદીને જવાબ આપી દેશે. દેશભરમાં ભારતની છબી ખરડાઈ છે. કોંગ્રેસ હંમેશા દલિત-આદિવાસીઓના હિતમાં લડશે. જેના માટે કોંગ્રેસ સંવિધાન બચાવવા માટે ચલાવશે આ અભિયાન.

  રાહુલે કહ્યું કે, આજે દેશની દરેક સંવિધાન સંસ્થાઓમાં આરએસએસના લોકોને રાખવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીની વિચારધારા દલિત વિરોધી છે. ગરીબ, દલિત અને મહિલાઓને સુરક્ષિત રાખતું સંવિધાન આજે ખુદ ખતરામાં છે. રાહુલે કહ્યું કે, સુપ્રિમકોર્ટ જેવી સંવિધાનિક સંસ્થાઓને દબાવવામાં આવી રહી છે. પીએમ મોદીના દિલમાં દલિતો માટે કોઈ જગ્યા નથી.

  પીએમ મોદીની તેમના મંત્રીને આપેલ સલાહ પર રાહુલે કટાક્ષ કરતા કહ્યું કે, પીએમએ સાંસદોને કહ્યું ચુપ રહો, મીડિયાને મસાલો આપવાનું બંધ કરો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, પીએમ ઈચ્છે છે કે મીડિયા માત્ર અમારા મનની વાત સાંભળે. દેશની મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. અને દેશના પ્રધાનમંત્રી ચૂપ છે. મોદીજીને એક જ વસ્તુમાં રસ છે તે છે મોદીમાં.

  કઠુઆ મુદ્દો ઉઠાવી રાહુલે કહ્યું કે, એક વખત સરકારનો નારો હતો - બેટી બચાઓ, બેટી પઢાઓ. પરંતુ હવે હિન્દુસ્તાનનો નારો બદલાઈ ગયો છે. હવે લોકો કહી રહ્યા છે બીજેપીથી બેટીને બચાઓ.

  રાહુલે કહ્યું કે, 2019માં પ્રજા તેમને પોતાના મનની વાત બતાવશે. રાફેલ અને નિરવ મામલે રાહુલે કહ્યું કે, મોદી જવાબ નહીં આપી શકે. આ કોંગ્રેસ પાર્ટીનું કર્તવ્ય છે કે, તે દરેક સંસ્થા અને સંવિધાનને બચાવી રાખે. ભાજપા કોંગ્રેસ પાર્ટી અને તેની વિચારધારાની તાકાતને જોશે. ભાજપે અમારી તાકાત જોવાનું શરૂ તો કરી દીધુ છે અને વધારે તાકાત હવે તેને 2019ની લોકસભા ચૂંટણીમાં જોવા મળી જશે.
  Published by:kiran mehta
  First published: