"લોકતંત્ર બચાવો દિવસ", કર્ણાટકના "નાટક" પર કોંગ્રેસનો એક્શન પ્લાન

 • Share this:
  કર્ણાટકમાં થયેલા હાઇવોલ્ટેઝ ડ્રામામાં હાલ કોઇ ફિલ્મ કરતા પણ વધુ ઉતાર ચઢાવ ચાલી રહ્યા છે. ગુરુવારે યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદ તરીકે સોગંદ લીધા અને બસ ત્યારથી આજ સુધી આ વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. ભાજપ જ્યાં તે વાતની ખુશી મનાવી રહ્યું છે કે બધુ તેના કંટ્રોલમાં છે ત્યાં જ કોંગ્રેસ પણ આ મામલે છેલ્લે સુધી લડી લેવા મથી રહી છે. બીજી તરફ કોંગ્રેસે કર્ણાટકના આધારે જ ગોવા, મેધાલય અને મણિપુરમાં સરકાર બનાવવાનો દાવ ફેંક્યા છે. અને કોંગ્રેસે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા વિરુદ્ધ પણ પોતાની બંદૂક તાણી લીધી છે. કોંગ્રેસે રાજ્યપાલ દ્વારા ભાજપના નેતા યેદિયુરપ્પાને સરકાર બનાવવા દેવાને સંવિધાનની હત્યા ગણાવ્યું હતું. અને આ વાતના વિરોધમાં જ 18 મેના રોજ એટલે કે આજે તેમણે "લોકતંત્ર બચાવો દિવસ" તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. સાથે જ તેણે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર્યો છે. જે અંગે શુક્રવારે 10: 30 સવારે કોર્ટ સુનવણી કરશે.

  લોકતંત્ર બચાવો દિવસ

  કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે દેશભરમાં ઠેર ઠેર પ્રદર્શન કરી લોકતંત્ર બચાવો દિવસ મનાવશે. કોંગ્રેસે ટ્વિટ કરીને પણ આ અંગે જાણકારી આપી છે કે શુક્રવારે દેશભરમાં કોંગ્રેસ દ્વારા લોકતંત્ર બચાવો દિવસ મનાવવામાં આવશે. અને તમામ જિલ્લા મુખ્યાલય અને રાજ્ય મુખ્યાલય પર આ દિવસે હડતાલ અને પ્રદર્શન કરવામાં આવશે. પાર્ટીએ ટ્વિટમાં એક નોટિસ પણ અટેચ કરી છે. જેમાં કોંગ્રેસ કમેટીને રાજ્ય સ્તરે પણ વિરોધ પ્રદર્શન કરવા જણાવ્યું છે.

   શું છે કર્ણાટકનો ફોર્મૂલા ?

  કર્ણાટકમાં ગત શનિવારે ચૂંટણી થઇ હતી. અને ચૂંટણીના પરિણામો સામે આવ્યા પછી કોઇ પણ પાર્ટીને બહુમત નહતો મળ્યો. 224 સદસ્યોની કર્ણાટક વિધાનસભામાં 222 સીટો પર જે ચૂંટણી લડવામાં આવી હતી તેમાંથી 104 સીટો પર ભાજપ. 78 સીટો પર કોંગ્રેસને જીત મળી હતી. અને 37 સીટો જેડીએસના હાથે લાગી હતી. આ પરિણામ આવ્યા પછી કર્ણાટકની ચૂંટણીમાં નાટકીય બદલાવ આવ્યો હતો. પણ છેલ્લી ઘડીએ ભાજપે વજુભાઇ વાળા નામનો તેમનો તુરુપનો એક્કો વાપર બાજી જીતી લીધી હતી. રાજ્યપાલ વજુભાઇ વાળાએ સિંગલ લારજેસ્ટ પાર્ટીના આધાર પર ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. પણ તે પર પણ બુધવારે મોડી રાતે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી ગઇ હતી. અને પૂરી રાત આ મામલે સુનવણી થઇ હતી. જે પછી ત્રણ જજોની બેઠકે યેદિયુરપ્પાના આ શપથ ગ્રહણને રોકવાની ના પાડી હતી.
  Published by:Mujahid Tunvar
  First published: