કોરોનાનો ફફડાટ : સાઉદીમાં એક વ્યક્તિને ટ્રોલીમાં થૂંકવા બદલ મોતની સજા સંભવ

News18 Gujarati
Updated: April 4, 2020, 1:56 PM IST
કોરોનાનો ફફડાટ : સાઉદીમાં એક વ્યક્તિને ટ્રોલીમાં થૂંકવા બદલ મોતની સજા સંભવ
સાઉદી અરબ (Saudi Arabia)ની નબળી થઇ રહેલી અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વેટ વધારીને 15 ટકા કર્યા પછી હવે સંયુક્ત અરબ અમીરાત (UAE)ની અર્થવ્યવસ્થા પર પણ આશંકાઓના વાદળા મંડરાઇ રહ્યા છે. તેલ આધારિત અર્થવ્યવસ્થાના કારણે આ મુશ્કેલી સર્જાઇ છે. UAEને પણ કાચા તેલ (Crude Oil) માંગ અને ભાવ ઘટતા મંદીની માર સહન કરવાનો વારો આવી શકે છે. જેના કારણે દુબઇના અનેક વેપાર બંધ થવાની કગાર પર ઊભા છે. દુબઇ ચેમ્બર ઓફ કોમર્સના એક સર્વેમાં સામે આવ્યું છે કે દુબઇમાં લગભગ 70 ટકા વેપાર આવનારા 6 મહિનામાં કોરોના વાયરસ મહામારીના કારણે બંધ થઇ શકે છે.

વ્યક્તિએ બદઇરાદાથી ટ્રોલીમાં થૂંકવાનું કૃત્યું કર્યું છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી, આકરી સજા સંભવ.

  • Share this:
કૈરો : સાઉદી અરેબિયા (Saudi Arabia)ના એક શોપિંગ મોલ (Shopping Mall)માં ટ્રોલીમાં થૂંકતા (Spitting on Trolly)ઝડપાયેલા એક વ્યક્તિને મોતની સજા (Death Penalty) મળી શકે છે. પ્રોસિક્યુશન સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ દોષિત જાહેર થશે તો તેને મોતની સજા થઈ શકે છે. નોંધનીય છે કે હાલ કોરોના વાયરસને કારણે વિશ્વભરના દેશો સ્વચ્છતા અને હાઇજીન બાબતે ખૂબ ધ્યાન આપી રહ્યા છે. જે અંતર્ગત અનેક દેશોમાં જાહેરમાં થૂંકવા પર પણ ભારે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.

હાલ સાઉદી અરેબિયા સહિત વિશ્વના તમામ દેશો કોરોના સામે જંગ લડી રહ્યા છે ત્યારે ઉત્તર-પશ્ચિમ સાઉદી અરેબિયા ખાતે આવેલા હેલ (Hail) શહેરમાં આવેલા એક શોપિંગ મોલમાંથી અજાણ્યા વ્યક્તિની ટ્રોલીમાં થૂંકવા બદલ ધરપકડ કરી લેવામાં આવી હતી.

વ્યક્તિની ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેણે શા માટે આવું કૃત્ય કર્યું હતું તે જાણી શકાયું નથી. વ્યક્તિએ કોઈ બદઇરાદા સાથે આવું કૃત્યું તો નથી કર્યું ને તે મામલે તંત્ર તેની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો : રાજકોટ : લૉકડાઉનમાં કોઇપણ ઘરની બહાર નહીં નીકળી શકે, જરૂર પડ્યે 100 નંબર પર ફોન કરી શકાશે

સાઉદી અરેબિયાના ઓનલાઇન ન્યૂઝપેપર અજેલ (Ajel)ના જણાવ્યા પ્રમાણે, "વ્યક્તિએ જે કૃત્ય કર્યું છે તેની ગણતરી મોટા કૃત્ય તરીકે કરવામાં આવી છે." ધાર્મિક અને કાયદાકીય બંને દ્રષ્ટિએ વ્યક્તિના આવા કૃત્યની નિંદા કરવામાં આવી છે. આ કૃત્યને જાણી જોઈને સોસાયટીઓમાં કોરોના વાયરસ ફેલાવવાના ઇરાદા સાથે કરવામાં આવેલા કૃત્ય તરીકે જોવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવેલા ગુનામાં મોતની સજા પણ મળી શકે છે.

આ પણ વાંચો : ક્વૉરન્ટાઇનના અંતિમ દિને પુરૂષે ઘરકંકાસથી કંટાળી આત્મહત્યા કરી, 3 સંતાનો નિરાધાર બન્યા 

કોરોના સામે લડવા માટે સાઉદી અરેબિયાએ સોમવારથી રાષ્ટ્રીય સ્તરે કર્ફ્યૂ લગાવવાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. ગુરુવારે દેશના 13 ક્ષેત્રમાં કર્ફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યો છે.
First published: April 4, 2020, 1:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading