સાઉદી અરેબિયાના કિંગે 64 વર્ષ જૂની તસવીર પોસ્ટ કરી, વારાણસી મુલાકાતને કરી યાદ

News18 Gujarati
Updated: August 24, 2019, 7:13 PM IST
સાઉદી અરેબિયાના કિંગે 64 વર્ષ જૂની તસવીર પોસ્ટ કરી, વારાણસી મુલાકાતને કરી યાદ
સાઉદી કિંગે પોસ્ટ કરેલી તસવીર

આ તસવીર ત્યારની છે જ્યારે આઝાદ ભારત બાદ તત્કાલિન સાઉદી કિંગ પ્રથમ વખત ભારતના પ્રવાસે આવ્યા હતા.

  • Share this:
વારાણસીના સાંસદ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે છે. અબૂ ધાબી ખાતે વડાપ્રધાન મોદીને યૂએઈનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન સાઉદી કિંગે પોતાના ટ્વિટર પર વર્ષ 1955ની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર ત્યારની છે જ્યારે આઝાદ ભારત બાદ તત્કાલિન સાઉદી કિંગ પ્રથમ વખત ભારતના પ્રવાસે આવ્યા હતા.

હકીકતમાં 1955માં તત્કાલિન સાઉદી રાજા સઉદ ભારતના 17 દિવસના પ્રવાસે આવ્યા હતા. તેઓ 27મી નવેમ્બર 1955ના રોજ ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતના આઠ શહેરોની મુલાકાત લીધી હતી. સાથે જ તેઓ વારાણસી પણ ગયા હતા.

એ સમયે ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ અને વડાપ્રધાન વડાપ્રધાન જવાહરલાલ નેહરુની હાજરીમાં સાઉદી કિંગે કહ્યુ હતુ કે, "હું મારા મુસ્લિમ ભાઇઓ માટે સંતોષ સાથે આખી દુનિયાને કહેવા માંગું છું કે ભારતીય મુસ્લિમોનું ભાગ્ય સુરક્ષિત હાથમાં છે."


ટ્વિટ પર ફોટો શેર કરીને સાઉદી કિંગે લખ્યું કે, "ભારતના પ્રવાસમાં તેમણે એ સમયે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, મૈસૂર, શિમલા, આગ્રા, અલીગઢ અને વારાણસીની મુલાકાત કરી હતી." સાઉદી કિંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર 1955ની ભારત મુલાકાતની જૂની તસવીર શેર કરી છે. જેમાં તેમની સાથે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ અને વડાપ્રધાન જવાહરલાલ નેહરુ નજરે પડે છે.
First published: August 24, 2019, 7:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading