ભારતે વાંધો ઉઠાવતા સાઉદી પ્રિન્સ ઇસ્લામાબાદથી સીધા દિલ્હી નહીં આવે

News18 Gujarati
Updated: February 19, 2019, 9:36 AM IST
ભારતે વાંધો ઉઠાવતા સાઉદી પ્રિન્સ ઇસ્લામાબાદથી સીધા દિલ્હી નહીં આવે
નરેન્દ્ર મોદી, મોહમ્મદ બિન સલમાન

ભારતના વિરોધ બાદ સાઉદી પ્રિન્સ ઇસ્લામાબાદથી રિયાધ ચાલ્યા ગયા હતા. હવે તેઓ રિયાધથી નવી દિલ્હી આવશે.

  • Share this:
નવી દિલ્હી : સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) મંગળવારે ભારત આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકાર તેમની સામે પાકિસ્તાન સમર્થિત આતંકવાદનો મુદ્દો ઉઠાવશે. મોહમ્મદ બિન સલમાન સોમવારે પાકિસ્તાનમાં હતા. તેઓ અહીંથી દિલ્હી આવવાના હતા, પરંતુ પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનથી સીધા દિલ્હી આવવા અંગે વાંધો ઉઠાવ્યો હતો.

ભારતના વિરોધ બાદ સાઉદી પ્રિન્સ ઇસ્લામાબાદથી રિયાધ ચાલ્યા ગયા હતા. હવે તેઓ રિયાધથી નવી દિલ્હી આવશે. મોહમ્મદ બિન સલમાનનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. નોંધનીય છે કે ભારત અને સાઉદી અરેબિયા પોતાના રક્ષા સંબંધોને મજબૂત બનાવવા માટે જરૂરી પગલાં ઉઠાવી શકે છે. બિન સલમાનના બે દિવસના પ્રવાસ દરમિયાન બંને દેશ સંયુક્ત રીતે નેવલ અભ્યાસ પણ કરી શકે છે.

મોહમ્મદ બિન સલમાનની મુલાકાત પહેલા સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી અદેલ અલ ઝુબૈરે ઇસ્લામાબાદમાં કહ્યું કે, "પુલવાના ખાતે થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં રાખતા રિયાધનો એવો પ્રયાસ રહેશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થાય."

આ પણ વાંચો : પાકિસ્તાન બાદ ભારતના પ્રવાસે આવશે સાઉદી ક્રાઉન પ્રિન્સ, 5 MoU પર થઈ શકે છે હસ્તાક્ષર

રિપોર્ટ પ્રમાણે સાઉદીએ પુલવામા આતંકી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે. છેલ્લા થોડા વર્ષોમાં આતંકવાદ અને જમ્મુ-કાશ્મીરને લઈને સાઉદી અરેબિયાની માન્યતામાં ઘણો ફરક આવ્યો છે.

સૂત્રોનું કહેવું છે કે ક્રાઉન પ્રિન્સની ભારત મુલાકાત દરમિયાન ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે પાંચ એમઓયૂ પર હસ્તાક્ષર થઈ શકે છે. સાથે જ ભારત અનેસાઉદી અરેબિયા રક્ષા સહકારને વધારે ગાઢ બનાવવા માટે બહુ ઝડપથી સંયુક્ત નેવી અભ્યાસ કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રત્નાગીરી રિફાઇનરી પ્રોજેક્ટમાં સાઉદી અમારકો અને અબૂ ધાબી નેશનલ ઓઇલ કંપની (ADNOC)ના માધ્યમથી 44 બિલિયન ડોલરના રોકાણની વાતચીત પણ ભારત યાત્રા દરમિયાન થશે.
First published: February 19, 2019, 9:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading