Home /News /national-international /PM મોદીને મળ્યા MBS,કોગ્રેસે સાઉદી પ્રિન્સને ગળે લગાવવા ઉપર કર્યો હુમલો

PM મોદીને મળ્યા MBS,કોગ્રેસે સાઉદી પ્રિન્સને ગળે લગાવવા ઉપર કર્યો હુમલો

સાઉદી પ્રિન્સને ગળે મળતા વડાપ્રધાન મોદી

પાકિસ્તાન બાદ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આજે બુધવારે ભારતના મહેમાન બન્યા છે.

ન્યૂઝ18 ગુજરાતીઃ પાકિસ્તાન બાદ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આજે બુધવારે ભારતના મહેમાન બન્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. સાઉદીના શાહ સલમાનના વલી અહદ મોહમ્મદનું રાષ્ટ્રપતિ ભવનમાં આજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા એમબીએસે કહ્યું હતું કે, ભારત અને સાઉદી અરબ વચ્ચેની દોસ્તી અમારા ડીએનએમાં છે.

રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કર્યા પછી પીએમ મોદીએ સાઉદીના પ્રિન્સને ગળે લગાવ્યા હતા. જેને લઇને કોંગ્રેસે મોદી ઉપર નિશાન સાધ્યું હતુ.

કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યુંકે, પાકિસ્તાન સાથે અરબો ડોલરની ડીલ કરીને આવનારા સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને આવી રીતે પ્રોટોકોલ તોડીને ભવ્ય સ્વાગત કરીને પીએમ મોદીએ પોતાના શહીદો અને જવાનોને દેખાડી દીધું છે કે, તેમની સેવા અને બલિદાનને લઇને તેઓ શું વિચારે છે.

ભારતની મુલાકાતે પહેલીવાર આવેલા પ્રિન્સ એમબીએસનું પીએમ મોદીએ એરપોર્ટ ઉપર ગળે લગાવીને સ્વાગત કર્યું હતું. સાઉદી પ્રિન્સની આ યાત્રા ઉપર ભારતનો મુદ્દો આતંકવાદ અને પાકિસ્તાન સામે એક્સન ઉપરનો રહેશે. એમબીએસની આ યાત્રા ભારત અને સાઉદી અરબ પોતાના રક્ષા સંબંધોને વધારે મજબૂત કરવાની દિશામાં પગલાં લઇ શકે છે.

સાઉદીના પ્રિન્સને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સાઉદીના પ્રિન્સે પ્રેસકોન્ફરન્સમાં મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત અને અરબ દેશો વચ્ચેની દોસ્તી અમારા ડીએનએમાં છે. આજે હું એ સુનિશ્વિત કરવા માંગુ છું કે અમારા સંબંધો વધારે મજબૂત બનશે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે સાઉદી અરબ અને ભારત વચ્ચે સુવર્ણ અવસર નીકળશે.

આ પણ વાંચોઃ-દલાઇ લામાનાં બળવાનાં 60 વર્ષ: તિબેટ આવતા પ્રવાસીઓ પર ચીનનો પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે, ભારત આવ્યા પહેલા એમબીએસ પાકિસ્તાનના પ્રવાસે હતા. પુલવામામાં થયેલા હુમલા બાદ ભારતે વૈશ્વિક મંચ ઉપર પાકિસ્તાનને અલગ કરવાના પ્રયત્નો તેજ કરી દીધા છે. આવી સ્થિતિ વચ્ચે ભારતે ક્રાઉન પ્રિન્સ ઇસ્લામાબાદથી સીધા જ દિલ્હી આવવા ઉપર વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ સોમવારે સાંજે તેઓ પરત જતા રહ્યા હતા. અને મંગળવાર સાંજે રિયાદથી દિલ્હી પહોંચ્યા હતા. હવે મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આતંકવાદ મુદ્દા ઉપર પાકિસ્તાનને કડક ચેતવણી અપાશે?
First published:

Tags: Crown Prince, Mohammed bin Salman, Visit, પીએમ મોદી, ભારત