પેટ દર્દથી પરેશાન હતી મહિલા, ઓપરેશન કર્યું તો પેટમાંથી નીકળ્યા 2 કિલો વાળ, ડોક્ટરો હેરાન

પેટ દર્દથી પરેશાન હતી મહિલા, ઓપરેશન કર્યું તો પેટમાંથી નીકળ્યા 2 કિલો વાળ, ડોક્ટરો હેરાન
મહિલાના પેટમાંથી બે કિલો વાળનો ગુચ્છો નીકળ્યો

મહિલાની અનેક રીતે તપાસ કરવામાં આવી પણ દર્દનું કારણ જાણી શકાતુ ન હતું

 • Share this:
  રિયાદ : સાઉદી અરબમાં ડોક્ટરોએ સફળ ઓપરેશન બાદ એક મહિલાના પેટમાંથી વાળનો 2 કિલોનો ગુચ્છો કાઢ્યો છે. અરબ મીડિયા અનુસાર, એક સાઉદી મહિલા લાંબા સમયથી પેટ દર્દથી પરેશાન હતી, પરંતુ તમામ તપાસ કરાવ્યા બાદ પણ પેટ દર્દ કેમ થતું હતું તેની ખબર પડી શકી ન હતી. બાદમાં દર્દ વધતા આખરે ઓપરેશન કરવામાં આવ્યું.

  મહિલાના પેટમાં ક્યારેક હળવું દર્દ થતું તો ક્યારેક વધારે દર્દ થતું. આ બધા વચ્ચે પેટમાં કોઈ પરેશાની હોવાનું તેને લાગતું હતું, ધીમે ધીમે દર્દ વધવા લાગ્યું. રિપોર્ટ અનુસાર, જ્યારે મહિલાની હાલત વધારે ખરાબ થવા લાગી તો તેનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ દરમિયાન મહિલાના પેટમાંથી 2 કિલોગ્રામ વાળનો ગુચ્છો નીકાળવામાં આવ્યો તો ડોક્ટરો પણ હેરાન રહી ગયા.  મહિલાની અનેક રીતે તપાસ કરવામાં આવી પણ દર્દનું કારણ જાણી શકાતુ ન હતું

  ઉલ્લેખનીય છે કે, મહિલા લાંબા સમયથી પેટ દર્દથી પરેશાન હતી. તેણે કેટલાએ ડોક્ટરો બદલ્યા અને તપાસ કરાવી, પરંતુ પેટ દર્દનું કારણ જાણી ન શકાયું. જ્યારે મહિલાની હાલત વધારે ખરાબ થઈ તો, તેને કિંગ અબ્દુલ અજીજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તપાસ કરી કે તેના પેટમાં કોઈ વઝન છે કે નહીં.

  સિટી હેલ્થ ડિપાર્ટમેન્ટના એક પ્રવક્તાએ કહ્યું કે, ઓપરેશન કરીને મહિલાના પેટમાંથી 2 કિલોગ્રામ વાળ નીકાળવામાં આવ્યા. મહિલાની હાલત હવે સારી છે. પરંતુ, હજુ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. થોડા દિવસ દેખરેખ હેઠળ રાખી ડિસ્ચાર્જ આપવામાં આવશે. જોકે, મહિલાના પેટમાં આટલા વાળ ક્યાંથી આવ્યા એ જણાવવામાં આવ્યું નથી.
  Published by:kiran mehta
  First published:May 20, 2020, 18:44 pm

  ટૉપ ન્યૂઝ