ઇંગ્લેન્ડમાં કોરોનાના નવા સ્ટ્રેનથી દુનિયામાં હડકંપ, સાઉદી અરબે આંતરરાષ્ટ્રીય ઉડાન રોકી

ઇંગ્લેન્ડમાં કોરોનાના નવા સ્ટ્રેનથી દુનિયામાં હડકંપ, સાઉદી અરબે આંતરરાષ્ટ્રીય ઉડાન રોકી
ઇંગ્લેન્ડમાં કોરોનાના નવા સ્ટ્રેનથી દુનિયામાં હડકંપ, સાઉદી અરબે આંતરરાષ્ટ્રીય ઉડાન રોકી (પ્રતિકાત્મક તસવીર)

બ્રિટનના પીએમ બોરિસ જોન્સને કહ્યું કે કોરોનાનો આ નવો પ્રકાર વધારે સંક્રામક છે અને નિયંત્રણથી બહાર છે

 • Share this:
  નવી દિલ્હી : કોરોનાનો નવો પ્રકાર (સ્ટ્રેન) સામે આવ્યા પછી સાઉદી અરબે એક સપ્તાહ માટે પોતાની બધી આંતરરાષ્ટ્રીય ઉડાનને નિલંબિત કરી દીધી છે. સાઉદીની જનરલ ઓથોરિટી ઓફ સિવિલ એવિએશને (જીએસીએ) સોમવારે કહ્યું કે જરૂર પડવા પર આ પ્રતિબંધ એક સપ્તાહ માટે વધારી દેવામાં આવશે. બ્રિટનમાં કોરોનાનો નવો પ્રકાર (સ્ટ્રેન) સામે આવ્યા પછી યૂરોપિય સંઘના ઘણા દેશોએ બ્રિટનથી પોતાની ઉડાન અટકાવી દીધી છે. બ્રિટનના પીએમ બોરિસ જોન્સને કહ્યું કે કોરોનાનો આ નવો પ્રકાર વધારે સંક્રામક છે અને નિયંત્રણથી બહાર છે.

  સાઉદીની જનરલ ઓથોરિટી ઓફ સિવિલ એવિએશને પોતાના નોટિફિકેશનમાં કહ્યું કે યાત્રા (વિશેષ મામલાને છોડીને) માટે બધી આંતરરાષ્ટ્રીય ઉડાન પર એક સપ્તાહ માટે પ્રતિબંધ લગાવ્યો છે. જોકે વિદેશી એરલાઇન્સ જે હાલ દેશમાં છે તે પોતાની ઉડાન ભરી શકે છે. ઉડાન પર પ્રતિબંધનો આ આદેશ 21 ડિસેમ્બરે મધ્યરાત્રીથી લાગુ થશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશથી માલવાહક જહાજોને છૂટ રહેશે.  આ પણ વાંચો - કોરોનાના નવા સ્ટ્રેનના કારણે ભારતે બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યો

  સાઉદીની સમાચાર એજન્સી સાઉદી પ્રેસ એજન્સીએ કહ્યું કે એવા દેશ જ્યાં કોરોનાના નવા પ્રકાર સામે આવ્યા છે. તે દેશોની યાત્રા કરીને આઠ ડિસેમ્બર પછી સાઉદી અરબ પહોંચેલા યાત્રીઓએ ટેસ્ટમાંથી પસાર થવું પડશે અને બે સપ્તાહ સુધી પોતાને આઇસોલેટ રાખવા પડશે.

  ભારતે બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યો

  બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન સામે આવવાથી ભારતે 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી આવનાર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધીનો રહેશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી સોમવારે આ જાણકારી આપવામાં આવી છે. આ સિવાય નેધરલેન્ડ્સ, ઇટાલી, બેલ્જિયમ અને ફ્રાન્સે પણ પ્રતિબંધ લગાવ્યો છે.
  Published by:Ashish Goyal
  First published:December 21, 2020, 17:51 pm