Home /News /national-international /Saudi Arabia : રેસ્ટોરન્ટના શૌચાલયમાં બનાવતા હતા સમોસા અને નાસ્તા, 30 વર્ષ બાદ થઇ કાર્યવાહી

Saudi Arabia : રેસ્ટોરન્ટના શૌચાલયમાં બનાવતા હતા સમોસા અને નાસ્તા, 30 વર્ષ બાદ થઇ કાર્યવાહી

રેસ્ટોરન્ટ 30 વર્ષથી વધુ સમયથી પોતાના ટોયલેટમાં સમોસા અને અન્ય નાસ્તો બનાવી રહી હતી.

સાઉદી અરેબિયાના (Saudi Arab) સત્તાવાળાઓએ તાજેતરમાં જેદ્દાહ (Jeddah) શહેરમાં એક રેસ્ટોરન્ટ બંધ કરી દીધી છે. આરોપ છે કે આ રેસ્ટોરન્ટ 30 વર્ષથી વધુ સમયથી પોતાના ટોયલેટમાં સમોસા અને અન્ય નાસ્તો બનાવી રહી હતી.

સાઉદી અરેબિયાના (Saudi Arab) સત્તાવાળાઓએ તાજેતરમાં જેદ્દાહ (Jeddah) શહેરમાં એક રેસ્ટોરન્ટ બંધ કરી દીધુ છે. આરોપ છે કે આ રેસ્ટોરન્ટ 30 વર્ષથી વધુ સમયથી પોતાના ટોયલેટમાં સમોસા અને અન્ય નાસ્તો બનાવતું હતુ. સ્થાનિક મીડિયાના અહેવાલોને ટાંકીને ગલ્ફ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે જેદ્દાહ નગરપાલિકાએ રહેણાંક મકાનમાં એક રેસ્ટોરન્ટ પર દરોડો પાડ્યો હતો. અહી તેના ગંદા ટોયલેટમાં સમોસા અને અન્ય વસ્તુઓ બનતી હોવાનું જાણવા મળ્યું હતું. આ રેસ્ટોરન્ટમાં વિવિધ પ્રકારના નાસ્તા બનાવવામાં આવતા હતા અને તેમાંથી કેટલાકનો ઉપયોગ શૌચાલય અને તેની આસપાસના ગંદા વિસ્તાર માટે કરવામાં આવતો હતો.

ગુપ્ત માહિતી આપનારના જણાવ્યા મુજબ, આ 30 વર્ષથી વધુ સમયથી થઈ રહ્યું હતું. રેસ્ટોરન્ટ આ વોશરૂમમાં નાસ્તો, ખોરાક વગેરે તૈયાર કરતી હતી. આના કરતા પણ ખરાબ વાત એ છે કે માંસ અને ચીઝ તેમજ અન્ય ખાદ્ય પદાર્થો પર જંતુઓ અને કેટરપિલર મળી આવ્યા હતા. કેટલીક વસ્તુઓનો ઉપયોગ બે વર્ષ સુધી થતો હતો. હવે સાઉદી અરેબિયાના કડક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અહીં દરોડા પાડ્યા બાદ અધિકારીઓએ કહ્યું કે રેસ્ટોરન્ટમાં અનેક પ્રકારના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. અહીંના કર્મચારીઓ પાસે હેલ્થ કાર્ડ નહોતા. રેસ્ટોરન્ટ દ્વારા રહેઠાણના કાયદાનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું. તેથી જ રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવી છે.

આ પણ વાંચો -ગુપ્તાંગ પર કરંટ આપવાથી લઇને સુવા ન દેવા, ચીનમાં ઉઇગર મુસ્લિમને આપવામાં આવે છે આવી યાતનાઓ

દરમિયાન, આ પહેલીવાર નથી જ્યારે સાઉદી અરેબિયામાં કોઈ રેસ્ટોરન્ટ અસ્વચ્છ અને રોગકારક પરિસ્થિતિઓને કારણે બંધ કરવામાં આવી હોય. ગલ્ફ ન્યૂઝના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં, જેદ્દાહમાં એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવી હતી જ્યારે ઉંદરો આસપાસ ભટકતા અને માંસ ખાતા જોવા મળ્યા હતા. રેસ્ટોરન્ટની જર્જરિત હાલત અને ટોયલેટમાં બનેલા નાસ્તાને લઈને સ્થાનિક મીડિયામાં ઘણા અહેવાલો છે.

આ પણ વાંચો -Coal crisis: શા માટે દેશ પર તોળાઇ રહ્યું છે કોલસાનું સંકટ? આ 5 પોઇન્ટ્સમાં સમજો તમામ કારણો

લોકોએ સોશિયલ મીડિયા પર પણ આ રેસ્ટોરન્ટ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. નારાજ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેઓએ રેસ્ટોરન્ટ પર કડક કાર્યવાહીની માંગ કરી છે. સાઉદી અધિકારીઓએ કહ્યું છે કે હવે સતત દરોડા પાડીને રેસ્ટોરન્ટ વગેરેની માહિતી લેવામાં આવી રહી છે. તપાસ માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. પાલિકાના જણાવ્યા અનુસાર 43 જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી હતી અને 26 સ્થળોએ ઝડપી દરોડા અને તાત્કાલિક કાર્યવાહી વચ્ચે તેમને બંધ કરી દેવામાં આવ્યા છે.
First published:

Tags: Restaurant, Saudi arabia

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો