Home /News /national-international /

સઉદીએ રદ કરી આ વર્ષે વિદેશી મુસ્લિમો માટે હજ યાત્રા, માત્ર સ્થાનિકો થઈ શકશે સામેલ

સઉદીએ રદ કરી આ વર્ષે વિદેશી મુસ્લિમો માટે હજ યાત્રા, માત્ર સ્થાનિકો થઈ શકશે સામેલ

હજ માટે માત્ર સ્થાનિક લોકો અને દેશમાં રહેતા વિદેશી લોકોને જ કેટલીક શરતો સાથે મંજૂરી આપવામાં આવશે

હજ માટે માત્ર સ્થાનિક લોકો અને દેશમાં રહેતા વિદેશી લોકોને જ કેટલીક શરતો સાથે મંજૂરી આપવામાં આવશે

    રિયાદઃ દુનિયાભરમાં કોરોના સંક્રમણ (Coronavirus)ના વધતા કેસને જોતાં સઉદી અરબિયાએ (Saudi Arabia)એ હજ યાત્રા 2020 (Haj yatra 2020) માટે વિદેશીઓને મંજૂરી નહીં આપવાની જાહેરાત કરી છે. સઉદીએ જાહેરાત કરી છે કે હજ માટે માત્ર સ્થાનિક લોકો અને દેશમાં રહેતા વિદેશી લોકોને જ કેટલીક શરતોની સાથે મંજૂરી આપવામાં આવશે. આ જાહેરાત મુજબ, આંતરરાષ્ટ્રીય હજ યાત્રા આ વર્ષ માટે રદ કરવામાં આવી છે.

    સઉદી અરેબિયાએ કહ્યું કે આ વર્ષે હજને રદ નથી કરવામાં આવતી, પરંતુ કેટલાક પ્રતિબંધોની સાથે સ્થાનિક લોકોને જ સીમિત સંખ્યામાં તેમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવશે. સઉદી અરેબિયા સલ્તનતે મંગળવારે કહ્યું કે તેઓ વિભિન્ન દેશોના માત્ર તે લોકોને હજમાં સામેલ થવાની મંજૂરી આપશે જે પહેલાથી જ દેશમાં રહે છે. મળતી જાણકારી મુજબ, હજ યાત્રા આ વર્ષે જુલાઈમાં અંતમાં શરૂ થશે. અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લોકોમાં કોરોના સંક્રમણને રોકવા માટે તમામ સુરક્ષાત્મક ઉપાય પણ અપનાવવામાં આવશે.

    આ પણ વાંચો, અમેરિકાએ ભારતને આપ્યો મોટો આંચકો! ટ્રમ્પે H-1B વીઝા પર પ્રતિબંધની કરી જાહેરાત

    હજ યાત્રામાં દર વર્ષે આવે છે 20 લાખ લોકો

    નોંધનીય છે કે, સામાન્ય દિવસોમાં હજ માટે સઉદી અરેબિયાના મક્કામાં સામાન્ય રીતે દુનિયાભરથી 20 લાખની આસપાસ મુસ્લિમો એકત્ર થાય છે. મક્કામાં ઇસ્લામિક મામલાઓના મંત્રાલયની શાખાએ શહેરની લગભગ 1500 મસ્જિદોને સાવધાની રાખવાના નિર્દેશ જાહેર કર્યા છે.

    આદેશમાં કહેવામાં આવ્યું છે કે લોકોને મસ્જિદો નમાજ અદા કરવા માટે પોતાની ચટ્ટાઇ લાવવા અને નમાજ દરમિયાન શારીરિક અંતરનું પાલન કરવું જરૂરી હશે. મંત્રાલયે શટડાઉન દરમિયાન તમામ મસ્જિદોને સ્વચ્છ કરવાની જવાબદારી એજન્સીઓને સોંપી છે. કોરોના સંકટના કારણે ત્રણ મહિનાથી બંધ પવિત્ર શહેર મક્કામાં લોકોને સ્વાસ્થ્ય સંબંધી કડક સાવધાનીઓનું પાલન કરવાના નિર્દેશ જાહેર કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, ભારતે લદાખમાં તૈનાત કરી માઉન્ટેન ફોર્સ, કારગિલ યુદ્ધમાં નિભાવી હતી મહત્ત્વની ભૂમિકા
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus, COVID-19, Saudi arabia, મુસ્લિમ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन