Home /News /national-international /સાઉદી અરબમાં 10 દિવસમાં 12 લોકોને મોતની સજા, તલવારથી માથા વાઢી નાખ્યા

સાઉદી અરબમાં 10 દિવસમાં 12 લોકોને મોતની સજા, તલવારથી માથા વાઢી નાખ્યા

સજા-એ-મોત

સાઉદી અરેબિયાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે મૃત્યુદંડની સજા પામેલા લોકોની કુલ સંખ્યા ઓછામાં ઓછી 132 થઈ ગઈ છે, જે 2020 અને 2021ની કુલ સંખ્યા કરતાં વધી ગઈ છે.

    સાઉદી અરબ: દેશના કાયદા ખુબ જ કડક છે. જેના કારણે ત્યાં ગુનાખોરીનું પ્રમાણ ઓછું હોવાનું કહેવાય છે. ત્યારે ગુનેગારો સામે સાઉદી અરબની કડકાઇની વધુ એક ઘટના સામે આવી છે. માનવ અધિકાર સંગઠનનું કહેવું છે કે, અહીં છેલ્લા 10 દિવસમાં 12 જેટલા ગુનેગારોને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે. આ ગુનેગારોએ ડ્રગ્સના કાયદાનો ભંગ કર્યો હતો, જેથી તેમના માથા તલવાર વડે ધડથી અલગ કરી દેવાયા હતા.

    બે વર્ષ સુધી રાહ જોયા બાદ સાઉદી અરબે ગુનેગારોને ભયાનક મૃત્યુદંડ આપ્યો છે. સામાન્ય રીતે ગંભીર ગુનાઓમાં તલવાર વડે શિરચ્છેદ કરવામાં આવે છે. અગાઉ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આવી સજાઓ ઘટાડવાની પ્રતિજ્ઞા લીધી હોવા છતાં સાઉદીમાં આ વર્ષ પણ મૃત્યુ દંડની સજાના કેસ જોવા મળ્યા છે.

    આ પણ વાંચો: 1960 પછી ગુજરાતમાં છેલ્લા 8 મહિનામાં સૌથી વધુ મૃત્યુદંડ, 50 લોકોને ફટકારાઇ ફાંસીની સજા

    ટેલિગ્રાફે અહેવાલ આપ્યો હતો કે, ગુનેગારોને ડ્રગના આરોપમાં કેદ થયા બાદ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ગુનેગારોમાં ત્રણ પાકિસ્તાની, ચાર સીરિયન, બે જોર્ડનિયન અને ત્રણ સાઉદીના નાગરિકોનો સમાવેશ થાય છે. આ સાથે ચાલુ વર્ષે મૃત્યુદંડની સજા પામેલા લોકોની કુલ સંખ્યા 132 જેટલી થઈ ગઈ છે, જે 2020 અને 2021ના કુલ ટોલ કરતા વધારે હોવાનું એએફપીનું માનવું છે.

    2018માં મોહમ્મદ બિન સલમાને કહ્યું હતું કે, તેમના વહીવટીતંત્રે ફાંસીની સજાને "ઓછી" કરવાનો પ્રયાસ કર્યો હતો, ફક્ત હત્યા અથવા હત્યાના દોષી ઠેરવવામાં આવેલા લોકોને જ ફાંસીની સજા આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, "દેશના મહારાજા સૂતા સૂતા કોઈ બાબત પર સહી કરતા નથી, તેનો નિર્ણય કાયદાના પુસ્તકો અનુસાર થાય છે."

    આ પણ વાંચો: આફતાબે જ્યારે ગુનો કબૂલ કર્યો તો શ્રદ્ધાના પિતાએ કહ્યું- તેને મૃત્યુદંડની સજા થવી જોઈએ

    2020માં જમાલ ખશોગીની હત્યા પછી સાઉદી અરેબિયાએ મૃત્યુદંડને સમાપ્ત કરવા માટે કાયદામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યા હતા. જેથી અહિંસક ગુનાઓ પર સજા નરમ પડવાના વધુ સંકેતો મળ્યા હતા. પણ હવે ચિત્ર કઈંક અલગ છે.

    અધિકાર સંગઠન રેપ્રાઇવના ડિરેક્ટર માયા ફોઆએ જણાવ્યું હતું કે, મોહમ્મદ બિન સલમાને વારંવાર વિકાસના તેમના દ્રષ્ટિકોણને રજૂ કર્યો છે, ફાંસીની સજામાં ઘટાડો કરવા અને ડ્રગના ગુનાઓ માટે મૃત્યુદંડનો અંત લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પરંતુ જેમ જેમ ફાંસીનું લોહિયાળ વર્ષ નજીક આવી રહ્યું છે, તેમ તેમ સાઉદી સત્તાવાળાઓએ ફરીથી મોટી સંખ્યામાં અને ગુપ્ત રીતે ડ્રગ અપરાધીઓને મોતને ઘાટ ઉતારવાનું શરૂ કરી દીધું છે.

    Saudi Arabia, Saudi Arabia rules, Saudi news, Drugs rules, સાઉદી અરેબિયા, સાઉદી અરેબિયાના નિયમો, સાઉદી સમાચાર, ડ્રગ્સના નિયમો
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Crime news, Death sentence, Saudi arabia

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन