Home /News /national-international /

Saudi Arabia News : સાઉદી અરબમાં એક દિવસમાં 81 લોકોને ફાંસી આપવામાં આવી, 1980નો રેકોર્ડ તૂટ્યો

Saudi Arabia News : સાઉદી અરબમાં એક દિવસમાં 81 લોકોને ફાંસી આપવામાં આવી, 1980નો રેકોર્ડ તૂટ્યો

સાઉદી અરબ પોતાના સખત કાનૂનો માટે ઓળખાય છે (પ્રતિકાત્મક તસવીર)

Saudi Arabia executes 81 people in a single day - સાઉદી અરબ દુનિયામાં સૌથી વધારે મોતની સજા આપનાર દેશોમાં સામેલ છે

    રિયાદ : સખત નિયમ કાનૂનોને કારણે ચર્ચિત સાઉદી અરબમાં (Saudi Arabia)શનિવારે 81 લોકોને ફાંસીની સજા (executed)આપવામાં આવી છે. અરબ દેશના હાલના ઇતિહાસમાં એકસાથે આટલા લોકોને ફાંસી આપવાનો આ રેકોર્ડ છે. જે લોકોને સજા આપવામાં આવી છે તેમના પર દુષ્કર્મ, હત્યા, પૂજાસ્થળો પર હુમલો, આતંકવાદીઓ સાથે સંબંધો જેવા સંગીન અપરાધ સાબિત થયા છે. જેમાં આતંકવાદી સંગઠન અલ કાયદા (Al-Qaeda), ઇસ્લામિક સ્ટેટ (IS)અને હૂતી (Huthi)સાથે જોડાયેલો લોકો પણ હતા.

    સાઉદી પ્રેસ એજન્સીએ સાઉદી અરબના આંતરિક મંત્રાલયના હવાલાથી જણાવ્યું કે મોતની સજા થયેલા લોકોમાં 73 સાઉદીના નાગરિક હતા. 7 યમનના અને 1 સીરિયોનો નાગરિક હતો. આ લોકો પર ધાર્મિક સ્થળો અને સરકારી સંસ્થાનોને નિશાન બનાવવાનો, સુરક્ષા અધિકારીઓની હત્યા કરવાનો, અપહરણ, ટોર્ચર, બળાત્કાર જેવા આરોપ હતા. આ સિવાય દેશમાં અરાજકતા ફેલાવવાના ઇરાદાથી હથિયારોની તસ્કરી કરવાનો ગુનો પણ સાબિત થયો હતો.

    આ પણ વાંચો - Election 2022: કોંગ્રેસ નેતાએ કહ્યું- લીડરશિપ માટે ગાંધી પરિવારે સ્થાન ખાલી કરી દેવું જોઈએ

    સાઉદી અરબ પોતાના સખત કાનૂનો માટે ઓળખાય છે. જોકે આટલા મોટા પ્રમાણમાં કેદીઓને મોતની સજા પ્રથમ વખત સંભળાવી છે. આ પહેલા 63 લોકોના માથા કાપી નાખવાનો રેકોર્ડ 1980માં બન્યો હતો. ત્યારે એકસાથે આટલા લોકોને મોતની સજા મક્કા મસ્જિદ પર કબજા પછી આપવામાં આવી હતી. 1979માં સાઉદી પ્રચારક જુહેમાન અલ ઓતાયબીના નેતૃત્વમાં લગભગ 200 સલાફી મુસલમાનોએ મક્કા મસ્જિદ પર કબજો કરીને સેકડો લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

    હાલના આંકડા જોવામાં આવે તો 2019માં સાઉદી અરબમાં 37 લોકોને મોતની સજા આપવામાં આવી હતી. આ સિવાય 2016ના જાન્યુઆરીમાં 47 લોકોના માથા કાપી નાખ્યા હતા. જણાવી દઈએ કે સાઉદી અરબ દુનિયામાં સૌથી વધારે મોતની સજા આપનાર દેશોમાં સામેલ છે.

    એકસાથે 81 લોકોને મોતની સજા આપવા પર સવાલ પણ ઉઠી રહ્યા છે. કેટલાક સંગઠને આ લોકોને સુનાવણીની પુરી તક ના આપી હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે સાઉદી અરબે તેનાથી ઇન્કાર કર્યો છે. સાઉદી મીડિયાના મતે સરકારે કહ્યું કે આરોપીઓને પોતાનો પક્ષ રાખવા માટે વકીલ આપવામાં આવ્યા હતા. ન્યાયિક પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે. 13 જજોએ ત્રણ સ્તરો પર સુનાવણી પછી લોકોને દોષિત માન્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Saudi arabia, દુનિયા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन