સાઉદી અરેબિયામાં પુરુષો પર પ્રતિબંધ: પાકિસ્તાન સહિત આ ચાર દેશની મહિલાઓ સાથે નહીં કરી શકે લગ્ન

પ્રતીકાત્મક તસવીર

મક્કાના ડિરેક્ટર ઑફ પોલીસ મેજર જનરલ અસફ અલ-કુરૈશીના હવેલાથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિદેશીઓ સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા સાઉદી પુરુષોએ હવે કડક નિયમોનો સામનો કરવો પડશે.

  • Share this:
    રિયાધ: સાઉદી અરેબિયા (Saudi Arab)એ પોતાના પુરુષો (Men) પર ખાસ પ્રતિબંધ મૂક્યો છે. જે પ્રમાણે હવે સાઉદી અરેબિયાનો પુરુષ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાડ કે મ્યાંમારની મહિલા સાથે લગ્ન (Marriage) નહીં કરી શકે. પાકિસ્તાનના વર્તમાનત્ર ડૉનમાં સાઉદી મીડિયાના હવાલેથી આ સમાચાર છપાયા છે.

    એક અંદાજ પ્રમાણે સાઉદી અરેબિયામાં હાલ આ ચારેય દેશની 50 હજાર મહિલાઓ રહે છે. મક્કાના ડિરેક્ટર ઑફ પોલીસ મેજર જનરલ અસફ અલ-કુરૈશીના હવેલાથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિદેશીઓ સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા સાઉદી પુરુષોએ હવે કડક નિયમોનો સામનો કરવો પડશે.

    આ પણ વાંચો: કોરોના રિટર્ન્સ: સૌથી વધારે પ્રભાવિત રાજ્યની હાલત, જાણો- ક્યાં કેવા પ્રતિબંધ મૂકાયા

    ડૉનના અહેવાલ પ્રમાણે આવું એ માટે કરવામાં આવ્યું છે, જેનાથી સાઉદીના પુરુષોને વિદેશીઓ સાથે લગ્ન કરતા રોકી શકાય. આ ઉપરાંત વિદેશીઓ સાથે લગ્ન કરવાની છૂટ આપતા પહેલા વધારાના નિયમો બનાવવામાં આવ્યા છે. કુરેશીએ કહ્યુ- વિદેશી મહિલાઓ સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા પુરુષોએ પહેલા સરકારની મંજૂરી લેવી પડશે. સાથે જ લગ્ન કરવા માટે અરજી આપવી પડશે.

    આ પણ વાંચો: ઊંધા ચાલો અને કમાણી કરો! જાણો વધારે કમાણી માટે કેવી રીતે કરવું જોઈએ રોકાણ


    આ પણ વાંચો: Corona returns: રાજ્યના મહાનગરોમાં શાળા અને કોલેજો બાદ હવે ટ્યુશન ક્લાસીસ પણ બંધ


    કુરેશીએ કહ્યુ કે, તલાક મળ્યા હોય તેવા પુરુષોને તલાકના છ મહિનાની અંદર અરજી કરવાની છૂટ નહીં આપવમાં આવે. અધિકારીએ કહ્યુ કે, અરજીકર્તાની ઉંમર 25 વર્ષથી વધારે હોવી જોઈએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "જો અરજીકર્તા પહેલાથી પરિણીત છે તો તેણે હૉસ્પિટલમાંથી રિપોર્ટ આપવો પડશે અને સાબિત કરવું પડશે કે તેની પત્ની વિકલાંગ છે, જૂની બીમારીથી પીડિત છે અથવા બાળક પેદા કરવા માટે સક્ષમ નથી."
    Published by:Vinod Zankhaliya
    First published: