સઉદી મસ્જિદોમાં લાઉડસ્પીકરનો અવાજ ધીમો કરવાથી કટ્ટરપંથી ભડક્યા; મંત્રીએ કહ્યુ- આવા લોકો દેશના દુશ્મન

પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

ઈસ્લામિક અફેર્સના મંત્રી અબ્દુલતિફ અલ શેખે આદેશનો બચાવ કરતાં કહ્યું, જનતાની ફરિયાદના આધારે નિર્ણય લેવાયો

 • Share this:
  નવી દિલ્હી. સઉદી અરબ (Saudi Arabia)ની મસ્જિદો (Mosque)માં અજાન દરમિયાન લાઉડસ્પીકરનો અવાજ તેની ક્ષમતાથી ત્રીજા ભાગનો જ રાખવાનો આદેશ આપ્યા બાદ દેશમાં વિવાદ ઊભો થયો છે. આ આદેશથી એક તરફ જ્યાં મુસ્લિમ કટ્ટરપંથી ભડકી ઉઠ્યા છે, તો બીજી તરફ નાગરિકોએ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. આ પહેલા ગત સપ્તાહે ઈસ્લામિક અફેર્સ મિનિસ્રીઊ્ (Islamic Affairs Ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં મસ્જિદના લાઉડસ્પીકરનો અવાજ (Mosque Speaker Restriction) એક તૃતીયાંશ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. ઈસ્લામિક અફેર્સના મંત્રી અબ્દુલતિફ અલ શેખ (Abdullatif al-Sheikh)એ જણાવ્યું હતું કે જનતા દ્વારા મળેલી ફરિયાદોને ધ્યાને લઈ આ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.

  આ ઉપરાંત સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે અજાન શરુ થવાના સંકેત આપ્યા બાદ લાઉડસ્પીકરને બંધ કરી દેવું જોઈએ. સઉદી સરકારે કહ્યું કે આખી નમાજને લાઉડસ્પીકર પર સાંભળવાની કોઈ જરૂર નથી. આ આદેશ બાદ સઉદી અરબ અને મુસ્લિમ દેશોમાં સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો છે. મુસ્લિમ કટ્ટરપંથીઓએ હવે રેસ્ટોરાં અને કેફેની અંદર મોટા અવાજના સ્પીકરનો બંધ કરવા માટે હેશટેડ ટ્રેન્ડ કરવાનું શરૂ કરી દીધું છે.

  આ પણ વાંચો, Gold Silver Price Today: સોના-ચાંદીમાં આવ્યો જોરદાર ઉછાળો, ગોલ્ડ પહોંચ્યું 50 હજારની નજીક, સિલ્વર 72 હજારને પાર

  સોશિયલ મીડિયા પર આ શરૂ થયેલા આભિયાન બાદ દબાણમાં આવેલી સઉદી સરકારે સ્પષ્ટતા કરી છે. મંત્રી અબ્દુલતિફ અલ શેખે કહ્યું કે, અનેક પરિવારોએ ફરિયાદ કરી હતી કે નમાજ સમયે મોટા અવાજે વાગતા લાઉડસ્પીકરના કારણે તેમના બાળકોની ઊંઘ પ્રભાવિત થાય છે. તેમણે કહ્યું કે જે લોકોને અજાન પઢવી છે, તેમણે ઇમામના અજાન પઢવાના આહવાનની રાહ જોવાની જરૂર નથી. જે લોકો આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે તેમની પર વળતો હુમલો કરતાં મંત્રીએ જણાવ્યું કે, આવા લોકો દેશના દુશ્મન છે.

  આ પણ જુઓ, VIDEO: હોમવર્કથી પરેશાન કાશ્મીરી બાળકીએ PM મોદીને આવી રીતે કરી ફરિયાદ

  ઉલ્લેખનીય છે કે, સઉદી અરબમાં આ ફેરફાર જાહેર જીવનમાં ધર્મની ભૂમિકાને લઈને પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (Mohammed bin Salman) તરફથી કરવામાં આવી રહેલા સુધારનો હિસ્સો છે. મોહમ્મદ સલમાને અનેક સામાજિક પ્રતિબંધોમાં છુટ પણ આપી છે.
  Published by:Mrunal Bhojak
  First published: