Home /News /national-international /VIDEO: સઉદી અરબનું સોનેરી શહેર: બનાવી રહ્યું છે અદ્ભૂત ટેકનોલોજીથી નવી બિલ્ડીંગ, એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગથી 20 ગણી મોટી હશે
VIDEO: સઉદી અરબનું સોનેરી શહેર: બનાવી રહ્યું છે અદ્ભૂત ટેકનોલોજીથી નવી બિલ્ડીંગ, એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગથી 20 ગણી મોટી હશે
Saudi Arabia New Building
અરબ સમાચારના રિપોર્ટ અનુસાર, આ ઈમારતનું નામ મુકાબ છે. આ ન્યૂ મુરબ્બા નામના શહેરના નવા ડાઉનટાઉન કોરનું કેન્દ્ર બિન્દુ હશે. આ વિશાળ ઈમારત ટૂંક સમયમાં આકર્ષણનું કેન્દ્ર બની જશે, કારણ કે તે દેખાવે સુંદર છે.
રિયાદ: સઉદી અરબ હાલના દિવસોમાં એક ખાસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટનું નામ ન્યૂ મુરબ્બા છે. સઉદીની રાજધાની રિયાદમાં આ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. તેમાં એક સુંદર બિલ્ડીંગનું નિર્માણ થઈ રહ્યું છે, જેને ભવિષ્યની ઈમારત કહેવામાં આવી રહ્યું છે, કારણ કે આ પ્રોજેક્ટને તૈયાર કરવા માટે ભરપૂર ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈંટેલિજેંસનો ઉપયોગ કર્યો છે. આ પ્રોજેક્ટનો શોર્ટ વીડિયો ક્લિપ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઈમારત જોવામાં ખૂબ જ શાનદાર લાગી રહી છે.
અરબ સમાચારના રિપોર્ટ અનુસાર, આ ઈમારતનું નામ મુકાબ છે. આ ન્યૂ મુરબ્બા નામના શહેરના નવા ડાઉનટાઉન કોરનું કેન્દ્ર બિન્દુ હશે. આ વિશાળ ઈમારત ટૂંક સમયમાં આકર્ષણનું કેન્દ્ર બની જશે, કારણ કે તે દેખાવે સુંદર છે. માનવામાં આવી રહ્યું છે. તેની ઊંચાઈ ન્યૂયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગથી 20 ગણી મોટી હશે.
HRH Crown Prince announced today the launch of the New Murabba Development Company, chaired by His Royal Highness, to develop the world’s largest modern downtown in Riyadh.#NewMurabba
આ વીડિયો ટ્વીટર અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે, જેમાં સોનરી રંગની સુંદર ઈમારત દેખાય છે. દેખાવમાં તે સોનાના શહેર જેવું લાગી રહ્યું છે. યુઝરે આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે- સઉદી ઉરબે દ મુકાબનો એક પ્રચાર વીડિયો જાહેર કર્યો છે. રિયાદમાં 400 મીટર લાંબી ક્યૂબના આકારની ગગનચુંબી ઈમારત જે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગથી 20 ગણી મોટી છે.
રિપોર્ટ અનુસાર, આ પ્રોજેક્ટમાં કેટલાય સામુદાયિક કેન્દ્ર હશે. મ્યૂઝિયમ, થિએટર, 80થી વધારે મનોરંજન અને સાંસ્કૃતિક વેન્યૂ પણ હશે. સાથે જ અહીં ઔદ્યોગિક અને ડિઝાઈન યૂનિવર્સિટી પણ હશે. આ ઈમારતમાં હરિયાળીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઈમારતમાં 104,000 રૂમ હશે, 9 હજાર હોટલના રુમ બનાવામાં આવશે. 1.4 મિલિયન વર્ગ મીટરનો ઓફિસ એરિયા હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર