Home /News /national-international /કાશ્મીર ભૂલી જાઓ, ભારત સાથે દોસ્તી કરો: ભિખારી પાકિસ્તાનને સઉદી અરબે આપી લાખ રૂપિયાની સલાહ

કાશ્મીર ભૂલી જાઓ, ભારત સાથે દોસ્તી કરો: ભિખારી પાકિસ્તાનને સઉદી અરબે આપી લાખ રૂપિયાની સલાહ

મુસ્લિમ દેશે પાકિસ્તાનને સાઈડમાં કર્યું

સઉદી અરબ અને યૂએઈએ એવું પણ કહ્યું કે, પાકિસ્તાન ભારત સાથે શાંતિથી રસ્તો કાઢે. આ અગાઉ પણ સમાચાર આવ્યા હતા કે, યૂએઈએ જનરલ બાઝવા અને ઈમરાન ખાનના સમયમાં ભારતની સાથે બૈક ચેનલ વાતચીતની વ્યવસ્થા કરી હતી.

ઈસ્લામાબાદ: દુનિયાભરમાંથી કટોરો લઈને ભીખ માંગી રહેલા કંગાળ પાકિસ્તાનને તેના નજીકના મુસ્લિમ મિત્ર દેશ સઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાતે મોટો ઝટકો આપ્યો છે. હાલના દિવસોમાં આ બંને દેશોએ પાકિસ્તાની સરકારને સ્પષ્ટ કહ્યું છે કે, તે કાશ્મીરને ભૂલી જાય અને ભારત સાથે દોસ્તી કરીને વિવાદને ખતમ કરે. એટલું જ નહીં કાશ્મીરમાંથી કલમ 370 હટાવાના નિર્ણયને લઈને પાકિસ્તાન જે રીતે રઘવાયું થયું છે, તેના પર પણ સઉદી અરબ અને યૂએઈએ શહબાઝ સરકારને મૌન ધારણ કરી લેવા કહ્યું છે. યૂએઈએ તો પાકિસ્તાનના વાંધાઓને સાઈડમાં કરતા કાશ્મીરમાં મોટા પાયે રોકાણ કરવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો: VIDEO: બાગેશ્વરધામના દિવ્ય દરબારમાં આવેલી મુસ્લિમ મહિલા પ્રભાવિત થઈ, હજારો લોકોની સામે હિન્દુ ધર્મ અપનાવ્યો

પાકિસ્તાની અખબર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના પત્રકાર કામરાન યુસુફના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પાકિસ્તાન અત્યાર સુધી કાશ્મીરને લઈને ઈસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસીમાં મોટા ભાગે હોબાળો મચાવતું રહ્યું છે. સઉદી અરબ ઓઆઈએસીના સૌથી પ્રભાવી દેશ છે અને તેને તે લીડ કરે છે. ઓઆઈસી સઉદી અરબના ઈશારા પર ચાલે છે. હવે સઉદી અરબે સ્પષ્ટ કહી દીધું છે કે, ઓઆઈસી કાશ્મીરને લઈને પાકિસ્તાનનો સાથ આપશે નહીં. પાકિસ્તાન અત્યાર સુધી દુનિયાના દરેક મોટા મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે. જો કે, હવે સઉદી અરબ અને યૂએઈએ સ્પષ્ટ કહી દીધું છે કે, પાકિસ્તાનની સામે એવી સ્થિતી છે કે, કાંતો અર્થવ્યવસ્થા બચાવે અથવા તો, કાશ્મીરનું રટણ રટ્યા કરે.

પાકિસ્તાનને છોડી ભારત સાથે શા માટે દોસ્તી કરી રહ્યું છે સઉદી


સઉદી અરબ અને યૂએઈએ એવું પણ કહ્યું કે, પાકિસ્તાન ભારત સાથે શાંતિથી રસ્તો કાઢે. આ અગાઉ પણ સમાચાર આવ્યા હતા કે, યૂએઈએ જનરલ બાઝવા અને ઈમરાન ખાનના સમયમાં ભારતની સાથે બૈક ચેનલ વાતચીતની વ્યવસ્થા કરી હતી. કહેવાય છે કે, કાશ્મીરને લઈને જનરલ બાઝવા સાથે સમાધાન કરવા માટે સહમત થયા હતા. પણ ઈમરાન ખાન અચાનક પાછળ હટી ગયા હતા. જનરલ બાઝવાના નજીકના લોકોએ દાવો કર્યો હતો કે, પીએમ મોદી પાકિસ્તાન આવવાના હતા, પણ ઈમરાન ખાન અચાનક પાછળ હટી ગયા,જેથી તે શક્ય ન બન્યું.


કામરાને કહ્યું કે, સઉદી અરબ અને યૂએઈ બંનેના ભારત સાથે આર્થિક સંબંધો ખૂબ જ મજબૂત થઈ ગયા છે. ભારત ઈચ્છે છે કે, આ બંને દેશ કાશ્મીરમાં મોટા પાયે રોકાણ કરે અને પૈસા કમાય. સઉદી અને યૂએઈ બંને જ પોતાની અર્થવ્યવસ્થાને તેલની જગ્યાએ અન્ય ક્ષેત્રોમાંથી કમાણી કરીને મજબૂત કરવા માગે છે. સઉદી અને યૂએઈના કેટલાય બિઝનેસમેન કાશ્મીરને લઈને થયેલી બેઠકમાં સામેલ થયા હતા. તેનાથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે, જે કાશ્મીરને વિવાદીત વિસ્તાર ગણાવી રહ્યા છે.
First published:

Tags: India Vs Pakistan

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો