સાઉદી અરબ : PM મોદીએ કહ્યું - ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું

News18 Gujarati
Updated: October 29, 2019, 10:44 PM IST
સાઉદી અરબ : PM મોદીએ કહ્યું - ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું
પીએમ. મોદી અને ક્રાઉન પ્રિન્સ મોમહમ્મદ બીન સલમાનની મુલાકાતની ફાઇલ તસવીર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે સાઉદી અરબ (Saudi Arab)ના વાર્ષિક નાણાકીય સંમ્મેલનમાં હાજરી આપી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે સાઉદી અરબ (Saudi Arab)ના વાર્ષિક નાણાકીય સંમ્મેલન FII ફોરમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન પી.એમ. મોદીએ કહ્યું હતું કે ભારતનો સાઉદી અરેબિયા સાથે હજારો વર્ષો જૂનો સંબંધ છે. પીએમ મોદીએ જણાવ્યું કે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટું સ્ટાર્ટઅપ માટેનું વાતાવરણ સર્જનારો દેશ બન્યો છે.

પી.એમ. મોદીએ કહ્યું, 'ભારતીય સ્ટાર્ટઅપ મેડિકલ, ટૂરિઝમ, ફૂડ અને તમામ ક્ષેત્રોમાં યોગદાન આપી રહ્યા છે. ઇન્વેસ્ટર્સને હું અપીલ કરૂં છું કે તેઓ ભારતમાં રોકાણ કરે. ભારત આગામી વર્ષોમાં 5 ટ્રિલિયલ ડૉલરની અર્થવ્યવસ્થા બનશે. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે 7 બિલિયન ડૉલર રોકાણનું લક્ષ્ય રાખ્યું છે. '

 અમે ઇન્ફ્રાસ્ટ્રકચર પર જોર આપવા માંગીએ છીએ : પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં 1 બિલિયન યૂ.એસ. ડૉલરથી વધારેનું રોકાણ ધરાવતાં યુનિકૉર્નની સંખ્યામાં વધી રહી છે. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર આપવા માંગીએ છીએ. અમે બિઝનેસ ફ્રેન્ડલી સરકાર આપવા માટે પ્રતિબદ્ધ છે. આજે વૈશ્વિક સ્તર પર અમારા અનેક સ્ટાર્ટઅપ ચાલી રહ્યા છે. પી.એમ. મોદીએ કહ્યું કે અમે આપસે ગ્લોબલ બિઝનેસને પ્રભાવિત કરનારા બે મોટા ટ્રેન્ડ વિશે ચર્ચા કરવા માંગુ છું. ભારતમાં ગ્લોબલ રેન્કિંગમાં નિરંતર સારૂ પ્રદર્શન કરી રહ્યું છએ. અમે લૉજિસ્ટિક પરફૉર્મન્સ ઇન્ડેક્સમાં 10 રેન્કનો વધારો કર્યો છે. આ સાથે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં પણ 24 અંકોનો સુધારો થયો છે.

 
First published: October 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading