Home /News /national-international /કેજરીવાલના મંત્રીને જેલમાં પણ જલસા: મસાજ બાદ હોટલનું ભોજન લેતા દેખાયા, વીડિયો વાયરલ

કેજરીવાલના મંત્રીને જેલમાં પણ જલસા: મસાજ બાદ હોટલનું ભોજન લેતા દેખાયા, વીડિયો વાયરલ

જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, સત્યેન્દ્ર જૈનના લેટેસ્ટ વીડિયોમાં તે ફાઈવસ્ટાર હોટલનું ભોજન ખાતા દેખાઈ રહ્યા છે. જે રીતે ભોજનનું પેકેજીંગ કરવામાં આવ્યું છે, તેનાથી તો લાગી રહ્યું છે કે, હોટલ અથવા તો બહારથી આવેલું છે.

    નવી દિલ્હી: મની લોન્ડ્રીંગ કેસમાં તિહાડ જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધું એક વીડિયો સામે આવ્યો છે. મસાજવાળા વીડિયો બાદ હવે સત્યેન્દ્ર જૈન હોટલની માફક ખાવાનું ખાતા હોય તેવા સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. તિહાજ જેલના સૂત્રો પાસેથી મળેલા આ સીસીટીવી ફુટેજમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને જેલમાં શાનદાર ભોજન મળતું હોવાનું દેખાઈ રહ્યું છે. આ વીડિયોમાં પેટભરીને ખાવાનું ખાતા હોય તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે તેમના વકીલે દાવો કર્યો છે કે, સત્યેન્દ્ર જૈનને યોગ્ય ભોજન નથી મળતું.



    ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, સત્યેન્દ્ર જૈનના લેટેસ્ટ વીડિયોમાં તે ફાઈવસ્ટાર હોટલનું ભોજન ખાતા દેખાઈ રહ્યા છે. જે રીતે ભોજનનું પેકેજીંગ કરવામાં આવ્યું છે, તેનાથી તો લાગી રહ્યું છે કે, હોટલ અથવા તો બહારથી આવેલું છે. આ વીડિયોમાં તે અલગ અલગ ડ્રેસમાં દેખાઈ રહ્યા છે, જેનો અર્થ એ છે કે, તેમને દરરોજ આવું જ ખાવાનું મળી રહ્યું છે. સમાચાર એજન્સીના સૂત્રોના હવાલેથી દાવો કર્યો છે કે, જેલમાં સત્યેન્દ્ર જૈનનું વજન 8 કિલો વધી ગયું છે. જ્યારે તેમના વકીલે દાવો કર્યો છે કે, સત્યેન્દ્ર જૈનનું વજન 28 કિલો ઘટી ગયું છે.

    મની લોન્ડ્રીંગના કેસમાં બંધ છે જૈન


    સત્યેન્દ્ર જૈનને ભ્રષ્ટ્રાચાર નિવારણ કાયદા અંતર્ગત 2017માં તેમના વિરુદ્ધ નોંધાયેલા સીબીઆઈની ફરિયાદના આધાર પર મની લોન્ડ્રીંગના કેસમાં ધરપકડ કરાયા છે. કોર્ટે 17 નવેમ્બરે જૈનને અન્ય બે કિસ્સામાં જામીન આપવાની ના પાડી દીધી હતી. સત્યેન્દ્ર જૈન હજૂ પણ દિલ્હી સરકારમાં મંત્રી પદ પર છે. જો કે, તેમના પોર્ટફોલિયોને મનિષ સિસોદીયાના હવાલે કરી દેવામાં આવ્યો છે. ભાજપ સત્યેન્દ્ર જૈનને મંત્રીપદેથી હટાવાની હંમેશા માગ કરતું આવ્યું છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Satyendra Jain, Tihar jail

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन