મની લોન્ડ્રિંગ કેસમાં જેલની અંદર દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને દિલ્હીની કોર્ટનો ઝાટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે ધાર્મિક ઉપવાસ પ્રમાણે જેલમાં ભોજન પૂરું પાડવાની જૈનની અરજીને ફગાવી દીધી છે. અરજીમાં જૈને તેમને પરંપરાગત ભોજન આપવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે જેલ પ્રશાસનને તેમને શાકભાજી, ફળો અને બદામ આપવાનો નિર્દેશ આપવામાં આવે.
નવી દિલ્હી: મની લોન્ડ્રિંગ કેસમાં જેલની અંદર દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને દિલ્હીની કોર્ટનો ઝાટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે ધાર્મિક ઉપવાસ પ્રમાણે જેલમાં ભોજન પૂરું પાડવાની જૈનની અરજીને ફગાવી દીધી છે. અરજીમાં જૈને તેમને પરંપરાગત ભોજન આપવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે જેલ પ્રશાસનને તેમને શાકભાજી, ફળો અને બદામ આપવાનો નિર્દેશ આપવામાં આવે.
અરજીમાં AAP મંત્રીએ કહ્યું હતું કે તેમને જેલમાં કંઈ પણ આપવામાં આવી રહ્યું નથી. તેમને યોગ્ય ભોજન પણ આપવામાં આવતું નથી. આ પછી કોર્ટે તિહાર જેલ પાસેથી જવાબ માંગ્યો હતો.
AAP મંત્રી જૈને અરજીમાં 'જૈન આહાર' અને મંદિર આપવાની વાત કરી હતી. તેણે કહ્યું કે તે મંદિરમાં ગયા વિના નિયમિત ભોજન નથી કરતો. દરરોજ તે પહેલા મંદિર જાય છે, ત્યારબાદ જ તે કંઈક ખાય છે. તેણે કહ્યું કે તે ઉપવાસ દરમિયાન ફળો અને સલાડને આહાર તરીકે લે છે. મંદિરમાં જવું એ રાંધેલો ખોરાક ન ખાવાની ધાર્મિક પરંપરાને અનુસરે છે. જેના કારણે જેલમાં રાંધેલો ખોરાક, અનાજ અને દૂધની બનાવટોનો વપરાશ થતો નથી. છેલ્લા 2 દિવસથી તેમને આહાર તરીકે ફળ અને સલાડ આપવામાં આવી રહ્યાં નથી. જેના કારણે તેમને મુશ્કેલી પડી રહી છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર