છત્તિસગઢમાં દલિતોનાં સંત કોંગ્રેસમાં જોડાયા: રાજકારણમાં ગરમાવો

News18 Gujarati
Updated: November 8, 2018, 5:33 PM IST
છત્તિસગઢમાં દલિતોનાં સંત કોંગ્રેસમાં જોડાયા: રાજકારણમાં ગરમાવો
સતનામ સંસ્થાનાં ધર્મગુરુ કોંગ્રેસમાં જોડાયા.

2013માં સતનામ સંસ્થાનાં ઉમેદવારો 21 બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. જો કે, એક પણ બેઠક પર તેમની જીત થઇ નહોતી

  • Share this:
છત્તિસગઢમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એક મહત્વપૂર્ણ ઘટના બની છે. સતનામ સંપ્રદાયનાં ગુરુ બાલદાસ અને તેમના દિકરા ખુશવંત સાહેબ કોંગ્રેસમાં જોડાયા છે.

છત્તિસગઢમાં સતનામ સંપ્રદાય દલિતોનું પ્રતિનિધિત્વ કરે છે. છત્તિસગઢમાં 26 ટકા વસ્તી દલિતોની છે. દલિતોનાં આ મતો ખુબ મહત્વના ગણવામાં આવે છે. દલિતોને જે સંપ્રદાયમાં આસ્થા છે તે સતનામ સંપ્રદાયનાં ગુરુ કોંગ્રેસમાં જોડાતા સ્થાનિક રાજકારણ ગરમાવો આવ્યો છે.

બાલદાસ ગુરુએ કોંગ્રેસમાં જોડાયા પછી કહ્યું કે, ભાજપનાં રાજમાં દલિતોને સન્માન મળ્યુ નહીં. વળી, સત્તાધારી પક્ષ સમાજનાં તમામ વર્ગોને સમાન તકો આપવામાં નિષ્ફળ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ભાજપનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે છત્તિસગઢમાં ગુરુ ઘાસીદાસ આશ્રમની મુલાકાત લીધી હતી અને દલિતોને લોભાવવાનો પ્રયાસ કર્યો હતો.

2013માં સતનામ સંસ્થાનાં ઉમેદવારો 21 બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. જો કે, એક પણ બેઠક પર તેમની જીત થઇ નહોતી પણ કોંગ્રેસનાં મતો તેણે તોડ્યા હતા અને આડકતરી રીતે ભાજપને મદદ કરી હતી.

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, બાલદાસનો એક ધર્મગુરુ તરીકે મોટો પ્રભાવ છે અને તેમની અસર મુંગેલી, સારાગઢ, પામગઢ , સારાઇપલ્લી, બિલાઇગઢ, આરંગ, નવાગઢ, ડોંગરાગઢ અને મસ્તુરી જેવી વિધાનસભા બેઠકો પર અસર કરી શકે છે.કોંગ્રેસ આ પહેલા દલિતોનાં ગુરુ રુદ્દ કુમારને વિધાનસભા બેઠક માટે ટિકીટ આપી છે. છત્તિસગઢમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પહેલા તબક્કામાં 12 નવેમ્બર અને બીજા તબક્કામાં 20 નવેમ્બરનાં રોજ મતદાન યોજાશે. ડિસેમ્બર 11નાં રોજ મતગણતરી યોજાશે.
First published: November 8, 2018, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading