રાજનાથના હેલિકોપ્ટર માટે 26 કલાકનો વીજકાપ, ડઝનેક ગામમાં અંધારપટ

News18 Gujarati
Updated: May 21, 2018, 9:06 AM IST
રાજનાથના હેલિકોપ્ટર માટે 26 કલાકનો વીજકાપ, ડઝનેક ગામમાં અંધારપટ
તેમણે કહ્યું કે લડાકૂ વિમાન વગર એરફોર્સની કલ્પના ના કરી શકાય. પાંચમી પેઢીના લડાકૂ વિમાનએ સમયની માંગ છે. અને તેની આપૂર્તિ હાલ જ થવી જોઇએ. આપણે કોઇ યુદ્ધની રાહ જોતા ન બેસી શકીએ. ઉલ્લેખનીય છે કે વાયુસેનાના પ્રમુખ જ્યારે આ તમામ વાતો કહી ત્યારે રક્ષામંત્રી રાજનાથ પણ ત્યાં હાજર હતા.

  • Share this:
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહના મધ્યપ્રદેશના પ્રવાસ દરમિયાન સતના જિલ્લાના અંદાજીત 1 ડઝન ગામોની વીજળી પર કાપ મુકવામાં આવ્યો હતો. આ ગામોમાં 26 કલાક સુધી અંધારૂ કરી દેવામાં આવ્યું હતું. જાણકારી અનુસાર, સતના જિલ્લામાં જ્યા ગૃહમંત્રી રાજનાથ સિંહનું હેલિકોપ્ટર ઉતારવામાં આવ્યું હતું, ત્યાંથી ફીડર લાઈન પસાર થઈ રહી હતી. જેથી કોઈ દુર્ઘટના ન બને તે માટે વીજ કંપનીએ બંને ફીડર બંધ કરી દીધા હતા. જેના કારણે 1 ડર્ઝન ગામમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.

આ પહેલા સતના સહિતના અન્ય વિસ્તારમાં વિજળી પ્રદાન કરતી કંપનીએ શનિવારે જાહેરાત પ્રકાશિત કરી હતી, કે 20 મેના સાંજે 4 વાગ્યાથી 21 મે સાંજે 6 વાગ્યા સુધી વિજળી કાપ મુકવામાં આવશે.આ સમાચાર સાંભળીને ત્યાંના સ્થાનિક લોકોએ આ આદેશનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. લોકોએ જ્યારે વિજળ વિતરણ કંપનીના કાર્યાલયનો સંપર્ક કર્યો, તો ત્યાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે આ આદેશ ઉપરથી આપવામાં આવ્યો છે. આટલું જ નહિં જિલ્લા કલેક્ટર અને સ્થાનીક સાંસદ ગણેશ સિંહે આપેલા આદેશ વિરૂદ્ધ કેટલાક લોકોએ નિવેદન પણ આપ્યું હતું.

જ્યારે વિજળી કંપનીના અધિકારીઓએ આ ઘટનાને નિયમિત જાળવણીના કામના રૂપમાં બંધ કરી દીધી હતી અને જણાવ્યું હતું કે વિજળીની આપૂર્તિ માત્ર થોડા જ કલાકો માટે બાધિત કરવામાં આવી છે.

 
First published: May 21, 2018, 9:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading