ફીના અભાવે પરીક્ષા આપતા અટકાવતા વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત

મધ્ય પ્રદેશમાં એક વીસ વર્ષના મોહનલાલને પરીક્ષા આપતા અટકાવતા તેનું હ્રદય રોગના હુમલાથી મોત થયુ હતુ.

મધ્ય પ્રદેશમાં એક વીસ વર્ષના મોહનલાલને પરીક્ષા આપતા અટકાવતા તેનું હ્રદય રોગના હુમલાથી મોત થયુ હતુ.

 • Share this:
  મધ્ય પ્રદેશમાં એક વીસ વર્ષના મોહનલાલને પરીક્ષા આપતા અટકાવતા તેનું હ્રદય રોગના હુમલાથી મોત થયુ હતુ. આ ઘટના મધ્ય પ્રદેશના શાંતામાં બની હતી. આ વિદ્યાર્થીએ પરીક્ષામાં બેસવા માટે 300 રૂપિયા ઓછા ભર્યા હતા એટલા માટે તેને પરીક્ષા ખંડમાં બેસવા ન દેવાયો. આ ઘટના શુક્રવારે બની હતી.

  મોહનલાલ રામકૃષ્ણ કોલેજમાંથી બીસીએનો અભ્યાસ કરી રહ્યો હતો. તેણે રૂ.25,700 ફી પેટે ભરી દીધા હતા. પણ ત્રણસો રૂપિયા તે ભરી શક્યો નહોતો અને એટલા માટે જ તેને પરીક્ષામાં બેસવા દેવામાં ન આવ્યો.

  મોહનલાલના સગા-સંબધીઓએ કહ્યું કે, કોલેજ દ્વારા આવુ પગલુ ભરાતા તે ખુબ ચિંતામાં હતો અને તેનાથી આ વાત સહન ન થઇ અને તેના કારણે તેનું મૃત્યુ થયું. તેને ચિંતા હતી કે તેની કારકિર્દી પુરી થઇ જશે. આ ઘટનાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કોલેજ સત્તાવાળાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

  પ્રદર્શનકારીઓએ કહ્યું કે, જ્યાં સુંધી જિલ્લા વહીવટીતંત્ર આ કોલેજ સામે કોઇ પગલા નહીં લે ત્યાં સુંધી અમે અમારુ આંદોલન ચાલુ રાખીશું.
  Published by:Ankit Patel
  First published: