ગુરુવારે દિલ્હીની ડીડીયૂ હોસ્પિટલમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને તેમના પાર્થિવ દેહને મુંબઈ લઈ ગયા, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. પણ દિલ્હી પોલીસ હવે સતીશ કૌશિકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે.
નવી દિલ્હી: જાણીતા ફિલ્મ અભિનેતા અને નિર્માતા (Bollywood Film actor) સતીશ કૌશિકનું બુધવારે 66 વર્ષની વયે દિલ્હીમાં આકસ્મિક નિધન થઈ ગયું. તેમના નિધનના (Satish Kaushik Death) સમાચારથી હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. સતીશ કૌશિક હોળીના તહેવાર અર્થે દિલ્હીમાં હતા. દિલ્હીના એક ફાર્મહાઉસ (Delhi Farmhouse) માં તેમની અચાનક તબિયત લથડી, જે બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પણ રસ્તામાં તેમને હાર્ટ અટેક આવ્યો હતો, જેના કારણે મોત થઈ ગયું.
ગુરુવારે દિલ્હીની ડીડીયૂ હોસ્પિટલમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને તેમના પાર્થિવ દેહને મુંબઈ લઈ ગયા, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. પણ દિલ્હી પોલીસ હવે સતીશ કૌશિકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે.
દિલ્હી પોલીસના સૂત્રોનું કહેવું છે કે, તેઓ મોતનુ યોગ્ય કારણ જાણવા માટે વિસ્તૃત પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે, સાઉથ વેસ્ટ દિલ્હીમાં આવેલ ફાર્મહાઉસના જિલ્લા પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુલાકાત લીધી હતી, જ્યાં પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસની ટીમને અમુક દવા મળી આવી છે.
સૂત્ર જણાવે છે કે, આ પાર્ટીનું આયોજન એક ઉદ્યોગપતિના ફાર્મ હાઉસ પર કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં સામેલ લોકોની યાદી તપાસવામાં આવી રહી છએ. કહેવાય છે કે, આ પાર્ટીમાં એક ઉદ્યોગપતિ સામેલ હતા, જે એક કેસમાં સંડોવાયેલ છે.
સૂત્ર જણાવે છે કે, સતીશ કૌશિકે જે મિત્રના ફાર્મહાઉસમાં હોળીની પાર્ટી કરી હતી, ત્યાં તપાસ દરમિયાન અમુક વાંધાજનક દવાઓના પેકેટ મળી આવ્યા છે. એક વાત એ પણ સામે આવી છે કે, સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલૂ છે, જેમને બિઝવાસનમાં માલૂ ફાર્મ હાઉસ છે. તેમના પર વર્ષો જૂનો એક રેપ કેસ હતો, પણ તે ક્યાનો કેસ છે, તેને લઈને પોલીસ ચેક કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર