બુલડોઝરથી ગલવાન નદીના વહેણને પ્રભાવિત કરી રહ્યું છે ચીન, સામે આવી સેટેલાઇટ તસવીરો

બુલડોઝરથી ગલવાન નદીના વહેણને પ્રભાવિત કરી રહ્યું છે ચીન, સામે આવી સેટેલાઇટ તસવીરો
ગલવાન નદીના કિનારે ચીનના ઘણા વાહન ઊભેલા જોઈ શકાય છે. (Photo: Reuters)

સેટેલાઇટ તસવીરોમાં ગલવાન નદીના કિનારે ચીનના ઘણા બધા ટ્રક, સૈન્ય પરિવહન અને બુલડોઝર જોવા મળી રહ્યા છે

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વ લદાખની ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ (India China Rift)થી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચીન ઘણા સમયથી ભારતીય સૈનિકોથી બદલો લેવાની યોજના બનાવી રહ્યું હતું. ચીન સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે હવે કેટલીક સેટેલાઇટ તસવીરો (Satellite Images) પણ સામે આવી છે, જેમાં ચીન ઉત્તર પૂર્વ લદાખમાં ગલવાન નદી (Galwan River)ના વહેણને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતું જોવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ચીનના બુલડોઝર દિવસ-રાત આ કામમાં લાગેલા છે. ચીન જે સ્થળે ગલવાન નદીના વહેણને બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે તે હિંસક સંર્ઘષવાળા સ્થળથી માત્ર થોડાક મીટરના અંતરે છે.

  Planet Lab Inc તરફથી જાહેર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ચીનના બુલડોઝર LACમાં સતત કામ કરી રહ્યા છે. આ બુલડોઝરના ઉપયોગથી નદીના વહેણમાં ઝડપથી અસર જોવા મળી રહી છે.  ચીન ગલવાન નદીના કિનારે સતત નિર્માણ કાર્ય કરી રહ્યું છે. (Photo: Reuters)


  સેટેલાઇટ તસવીરોમાં ગલવાન નદીના કિનારે ચીનના ઘણા બધા ટ્રક, સૈન્ય પરિવહન અને બુલડોઝર જોવા મળી રહ્યા છે. ચીનના વાહનો નિયંત્રણ રેખાના 5 કિલોમીટરથી વધુના એરિયામાં જોવા મળી રહ્યા છે.

  આ પણ વાંચો, ગલવાન નદી પર ડેમ બનાવી રહ્યું છે ચીન, સંઘર્ષ પર કહ્યું- ભારતીય સેનાએ ઉશ્કેર્યા

  નોંધનીય છે કે, પૂર્વ લદાખમાં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે ઘર્ષણને ધ્યાને લઈ ચીન સાથે જોડાયેલી લગભગ 3,500 કિલોમીટરની સરહદ પર ભારતીય સેના અને વાયુ સેનાને હાઈ એલર્ટ પર કરી દેવામાં આવ્યા છે. ગલવાન ઘાટીમાં સોમવારની રાત્રે ચીની સૈનિકોની સાથે ઘર્ષણમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા, જ્યારે 76 સૈનિક ઘાયલ થયા હતા.

  આ પણ વાંચો, ભારત-ચીન સંઘર્ષઃ ભારતીય સેનાએ કહ્યું- તમામ 76 ઘાયલ જવાન ખતરાથી બહાર, કોઈ સૈનિક ગુમ નથી

  આ પણ વાંચો, ગલવાન સંઘર્ષ પર કેપ્ટન અમરિંદરે પૂછ્યું, જ્યારે કર્નલ પર હુમલો થયો તો જવાનોએ ફાયરિંગ કેમ ન કર્યું?
  Published by:Mrunal Bhojak
  First published:June 19, 2020, 09:26 am