Home /News /national-international /બાલાકોટની સેટેલાઇટ તસવીરમાં જેવું છે તેવું જ દેખાયું જૈશનું તાલિમ કેન્દ્ર : રિપોર્ટ

બાલાકોટની સેટેલાઇટ તસવીરમાં જેવું છે તેવું જ દેખાયું જૈશનું તાલિમ કેન્દ્ર : રિપોર્ટ

સેટેલાઇટ તસવીર

આ તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાલાકોટમાં હજી પણ જૈશના છ મદરેસા જેમના તેમ ઉભા છે. તેની બાજુમાં ઉભેલા ઝાડ પણ લીલા રંગના જ જોવા મળે છે.

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના તાલિમ કેન્દ્રને બોમ્બ ફેંકીને તોડી પાડ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે રોયટર્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે બાલાકોટમાં જે જગ્યાએ એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી ત્યાં હજી પણ જૈશનું બિલ્ડિંગ (મદેરસા) જેમનું તેમ ઉભું છે. જોકે, ભારતીય વાયુસેનાએ દાવો કર્યો છે કે તેણે પોતાના ટાર્ગેટનો હિટ કર્યો હતો.

આ પણ વાંચો : પુલવામા હુમલો અને એર સ્ટ્રાઇક બાદ BJPની રણનીતિ બદલાઇ, રાષ્ટ્રવાદ પર લડશે ચૂંટણી

સાન ફ્રાન્સિસ્કો સ્થિત એક ખાનગી સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી આ તસવીર ચોથી માર્ચની છે. આ તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બાલાકોટમાં હજુ પણ જૈશના છ મદરેસા ઉભા છે. આ તસવીર ભારત તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઇકના છ દિવસ બાદ જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધી હુમલાવાળી જગ્યાની સ્પષ્ટ તસવીરો સામે આવી નથી, પરંતુ પ્લાનેટ લેબ્સ તરફથી જાહેર કરવામાં આવેલી આ તસવીર ખૂબ જ સ્પષ્ટ છે.

સેટેલાઇટ તસવીર


રોયટર્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે તસવીરમાં જોવા મળવા પ્રમાણે બાલાકોટ સ્થિત જૈશના મદરેસાને જરા પર નુક્સાન પહોંચ્યું નથી. મદરેસાની દીવાલને પણ કોઈ જ નુક્સાન પહોંચ્યું નથી, તેની આસપાસના ઝાડ પણ લીલા રંગના જેમના તેમ ઉભા છે.

આ પણ વાંચો : એર સ્ટ્રાઇક પર રક્ષામંત્રીએ મૌન તોડ્યું, કહ્યું, 'આંકડા ન આપી શકીએ'

રોયટર્સના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ભારતના વિદેશ મંત્રી અને રક્ષા મંત્રીને ઇ-મેઇલ મોકલીને આ તસવીર અંગે સવાલ પૂછવામાં આવ્યો છે, પરંતુ બંનેએ કોઈ જ જવાબ આપ્યો નથી.

આ પણ વાંચો : એર સ્ટ્રાઇક બાદ પાક. સેનાએ આતંકીઓને બચાવ્યાં હતાં : રિપોર્ટ
First published:

Tags: Balakot, Indian Air Force, Masood-azhar, જૈશ એ મોહમ્મદ, પાકિસ્તાન