Home /News /national-international /Coronavirus: ઈરાને લાશોને દફનાવવા માટે વિશાળ મેદાનમાં રાતોરાત ખોદી દીધી કબરો, સેટેલાઇટમાં કેદ થઈ તસવીરો

Coronavirus: ઈરાને લાશોને દફનાવવા માટે વિશાળ મેદાનમાં રાતોરાત ખોદી દીધી કબરો, સેટેલાઇટમાં કેદ થઈ તસવીરો

ઈરાનમાં બે ફુટબોલ મેદાન જેટલા મોટા ખાડા ખોદીને કોરોના વાયરસથી મોત થયેલા લોકોની દફનવિધિ

ઈરાનમાં બે ફુટબોલ મેદાન જેટલા મોટા ખાડા ખોદીને કોરોના વાયરસથી મોત થયેલા લોકોની દફનવિધિ

તેહરાન : દુનિયાભરથી કોરોના વાયરસ (Coronavirus)ને લઈને ડરાવતી તસવીરો સામે આવી રહી છે. અત્યાર સુધી 4,600થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે સવા લાખથી વધુ લોકો કોરોના વાયરસ (COVID 19)થી સંક્રમિત છે. ઈરાન (Iran)માં લગભગ 500 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન ઈરાનની તસવીરોએ દરેકને ચોંકાવી દીધા છે. સેટેલાઇટ તસવીરો (Satellite Images)માં જોઈ શકાય છે કે ઈરાનમાં લાશોને દફનાવવા માટે વિશાળ મેદાનમાં મોટા ખાડા ખોદવામાં આવ્યા છે.

સેટેલાઇટથી લેવામાં આવી કબરની તસવીરો

અમેરિકન અખબાર 'વૉશિંગટન પોસ્ટ' મુજબ, છેલ્લા મહિને કોરોના વાયરસનો પહેલો મામલો આવતાં જ ઈરાને લાશોને દફનાવવા માટે ખાડા ખોદ્યા. આ ખાડા લગભગ બે ફુટબોલ મેદાન જેટલા મોટા છે. અખબાર મુજબ, આ કબર રાજધાની તેહરાનથી લગભગ 120 કિલોમીટર દૂર કૉમ શહેરની પાસે ખોદવામાં આવ્યા છે. સેટેલાઇટથી લેવામાં આવેલી તસવીરોમાં કબરના ખાડા સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઈરાનમાં સરકારી આંકડાઓ મુજબ 10 હજારથી વધુ લોકો કોરાના વાયરસથી સંક્રમિત છે.



કાળી બેગોમાં લાશોના ઢગલાં

થોડા દિવસો પહેલા અનેક શબઘરોમાં કાળી બેગોમાં બાંધવામાં આવેલી અનેક લોશોના વીડિયો વાયરલ થયા હતા. ઈરાનમાં ઈસ્લામિક પરંપરા મુજબ શબને દફનાવતાં પહેલા તેને સાબુ અને પાણીથી ધોવામાં આવે છે, પરંતુ શબો વિશે પુષ્ટિ થઈ રહી છે કે તેમના મોત કોરોના વાયરસથી થયા છે કે નહીં. જો એવું હશે તો દફનાવતી વખતે કેલ્શિયમ ઑક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તેનાથી માટી પર કોઈ અસર ન થાય. આ કારણથી શબઘરોની બહાર વાયરસના ટેસ્ટિંગમાં સમય લાગી રહ્યો હોવાથી શબોના ઢગલા થઈ ગયા.

આ પણ વાંચો, ચીનનો મોટો દાવો, અમેરિકન આર્મી કોરોના વાયરસને વુહાન લઈને આવી

કોરોનાનો હાહાકાર

ચીન બાદ, કોરોના વાયરસની સૌથી ખરાબ અસર ઈટલી (12,462 કેસ, 827 મોત), ઈરાન (10,000 કેસ, 429 મોત), દક્ષિણ કોરિયા (7,869 કેસ, 66 મોત) અને ફ્રાન્સ (2,281 કેસ, 48 મોત) પર પડી છે. ક્યૂબા અને જમૈકામાં પણ કોરોના વાયરસ સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો, Coronavirus વૈશ્વિક મહામારી જાહેર, જાણો શું હોય છે મહામારી
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો