Home /News /national-international /UP: સરયૂ નહર પરિયોજનાનું કરશે PM Modi ઉદ્ધાટન, 29 લાખ ખેડૂતોને આપશે 9800 કરોડની ભેટ

UP: સરયૂ નહર પરિયોજનાનું કરશે PM Modi ઉદ્ધાટન, 29 લાખ ખેડૂતોને આપશે 9800 કરોડની ભેટ

પ્રધાનમંત્રી મોદી કરશે સરયૂ નહર પરિયોજનાનું ઉદ્ધાટન

Saryu Nahar National Project: પીએમઓ મુજબ, આ પરિયોજના પર કામની શરૂઆત 1978માં થઇ હતી પણ બજેટ ફાળવણી સંબંધિત વિભાગની વચ્ચે સમન્વય અને ઉપયુક્ત દેખરેખનાં અભવામાં મોડુ થયુ અને આશરે ચાર દાયકોઓ સુધી આ જમીન પર ઉતારી શકે. PMOએ કહ્યું કે, ખેડૂતોનાં કલ્યાણ અને તેનાં સશક્તીકરણની સાથે જ રાષ્ટ્રીય મહત્વની લંબિત પરિયોજનાઓને પ્રાથમિકતાની સાથે પૂર્ણ કરવાં પ્રતિબદ્ધતાને કારણે પ્રધાનમંત્રીએ આ પરિયોજના પર તેમનું ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઉત્તર પ્રદેશનાં ખેડૂતોને લોભાવવા માટે તૈયાર છે. PM શનિવારનાં પ્રદેશનાં બરામપુર જિલ્લા (Balrampur)ની મુલાકાત લેશે અને સરયૂ નહર રાષ્ટ્રીય પરિયોજનાનું ઉદ્ધાટન કરશે. જેમાં 14 લાખ હેક્ટરથી વધુની ભૂમિનાં સિંચાઇ (Irrigation) માટે પાણી મળશે અને ક્ષેત્રને આશેર 29 લાખ ખેડૂતોનો ફાયદો પહોંચશે. પ્રધાનમંત્રી ઓફિસ (PMO) દ્વારા આ માહિતી જાહેર કરી છે.

    PMO તરફથી શુક્રવારે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, મોદી શનિવારે બહરાઇચ, શ્રાવસ્તી અને બલરામપુર થઇ ગોરખપુર જનારી 318 કિમી લાંબી અને આશરે 9800 કરોડ રૂપિયાની લાગત વાળી સરયૂ નહર રાષ્ટ્રીય પરિયોજનાનું ઉદ્ધાટન કરશે. જૂની સરાકરો પર કટાક્ષ કરતાં મોદીએ કહ્યું કે, આ પિરયોજનાનું કામ 1978માં શરૂ થયુ હતું. જે ક્યારેય પૂર્ણ થયુ ન હતું. અને તેમની સરકારે તેને પુર્ણ કરવા માટે આ પગલાં લીધા છે.

    આ પણ વાંચો- Petrol Diesel price: પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેરાત, જાણો કયા શહેરમાં સૌથી સસ્તું મળી રહ્યું છે પેટ્રોલ

    તેમણે ટ્વિટ કરી કહ્યું કે, 'આપને જાણીને હેરાની થશે કે, સરયૂ નહર રાષ્ટ્રીય પરિયોજના પર 1978માં કામ શરૂ કર્યુ હતું પણ દાયકા સુધી આ પરિયોજના ક્યારેય પૂર્ણ થઇ ન હતી. ખર્ચો પણ વધી ગયો અને લોકોની મુશ્કેલીઓ પણ વધી ગઇ. જે પરિયોજના ચાર દાયકાથી અધૂરી હતી તેને ચાર વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. ' મોદીજી કહે છએ, 'હું આજે 11 ડિસેમ્બરનાં ઉત્તર પ્રદેશનાં બલરામપુરમાં એક ખુબજ ખાસ કાર્યક્રમ- સરયૂ નહર રાષ્ટ્રીય પરિયોજનાનું ઉદ્ધાટન કરવાં આવીશ. આ પરિયોજના પૂર્વી ઉત્તર પ્રદેશમાં સિંચાઇ સંબંધી સમસ્યાઓનું સમાધાન કરશે. અને અમારી મહેનત ખેડૂતોને મદદ કરશે.'



    પીએમઓ મુજબ, આ પરિયોજના પર કામની શરૂઆત 1978માં થઇ હતી પણ બજેટ ફાળવણી સંબંધિત વિભાગની વચ્ચે સમન્વય અને ઉપયુક્ત દેખરેખનાં અભવામાં મોડુ થયુ અને આશરે ચાર દાયકોઓ સુધી આ જમીન પર ઉતારી શકે. PMOએ કહ્યું કે, ખેડૂતોનાં કલ્યાણ અને તેનાં સશક્તીકરણની સાથે જ રાષ્ટ્રીય મહત્વની લંબિત પરિયોજનાઓને પ્રાથમિકતાની સાથે પૂર્ણ કરવાં પ્રતિબદ્ધતાને કારણે પ્રધાનમંત્રીએ આ પરિયોજના પર તેમનું ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.

    આ પણ વાંચો-હવે તાઇવાનની બાયો લેબથી લીક થયો કોરોના, ઉંદરના કરડવાથી મહિલા સંક્રમિત

    આ પરિયોજનાને પૂર્મ કરવા માટે વર્ષ 2016થી તેનાં પર કામ ચાલુ છે. તેનાંથી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ તેનું કામ કરવામાં આવ્યું અને તેને સમય સીમાની અંદર પૂર્ણ કરવામાં આવ્યું.

    PMO તરફથી જણાવવામાં આવ્યું કે, તેને સાકાર કરવા માટે ભૂમિ અધિગ્રહણ અને કાયદાકીય અડચણ સહિત અન્ય સમસ્યાઓનું સમાધાન કાઢવામાં આવ્યું અને તેનાં પરિણામે આ મહત્વપૂર્ણ પરિયોજનાનું કામ ચાર વર્ષની અંદર જ પૂર્ણ થઇ ગયુ PMOનું કહેવું છે કે આ પરિયોજનાને 9800 કરોડ રૂપિયામાં પૂર્ણ કરવામાં આવ્યું જ્યારે તે માટે 4600 કરોડ રૂપિયાની ફાળવણી ગત ચાર વર્ષ દરમિયાન કરવામાં આવી હતી.

    આ પણ વાંચો-Crime Alert: સુરતમાં દુષ્કર્મનાં 4 વર્ષ બાદ પણ પીડા નથી દૂર થઇ, 200 ટાકા સાથે જીવે છે દીકરી

    આ પિરયોજનામાં પાંચ નદીઓને જોડવામાં આવી છે. ધાધર, સરયૂ, રાપ્તી, બાણગંગા અને રોહિન નદિયોને જોડતા 318 કિલોમીટર લાંબી મુખ્ય નહર અને તેને જોડાયેલી 6600 કિલોમીટર લિંક નહર વાળી ઉક્ત નહરથી પુર્વાંચલનાં નવ જીલ્લા બહરાઇચ, શ્રાવસ્તી, બલરામપુર, ગોંડા, બસ્તી, મહારાજગંજ, સિદ્ધાર્થ નગર, સંત કબીર નગર અને ગોરખપુરનાં આશરે 29 લાખ ખેડૂતોને તેનો લાભ મલશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Project, Saryu Nahar Project, નરેન્દ્ર મોદી, પીએમ નરેન્દ્ર મોદી, યૂપી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन