સરોજિની નાયડૂ: જે મહાત્મા ગાંધીને કહેતા હતા 'મિકી માઉસ'

News18 Gujarati
Updated: February 13, 2019, 6:22 PM IST
સરોજિની નાયડૂ: જે મહાત્મા ગાંધીને કહેતા હતા 'મિકી માઉસ'
સરોજિની નાયડૂ અને મહાત્મા ગાંધી

ગાંધીજી પણ પોતાના પત્રોમાં સરોજિની નાયડૂ માટે 'ડિયર બુલબુલ', 'ડિયર મીરાબાઈ', તો ક્યારેક મજાકમાં 'અમ્માજાન' અને 'મધર' પણ લખતા હતા

  • Share this:
સરોજિની નાયડૂનો જન્મ 13 ફેબ્રુઆરી 1879ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેમના પિતા અઘોરનાથ ચટ્ટોપાધ્યાય એક જાણીતા વિદ્વાન હતા. નાનપણથી જ સરોજિની નાયડૂ ખૂબ જ હોંશિયાર હતા. તેઓએ 12 વર્ષની ઉંમરમાં જ 12મા ધોરણની પરીક્ષા સારા માર્ક્સ સાથે પાસ કરી લીધી હતી. તેઓએ 13 વર્ષની ઉંમરે લેડી ઓફ ધ લેક નામની કવિતા લખી હતી. 1895માં 16 વર્ષની ઉંમરે તેમને હૈદરાબાદના નિજામ તરફથી સ્કોલરશિપ મળી હતી અને તે અભ્યાસ માટે લંડન કિંગ્સ કોલેજ અને બાદમાં ગ્રિટન કોલેજ કેમ્બ્રિજ ગયા.

અભ્યાસની સાથોસાથ તેઓ કવિતાઓ પણ લખતા રહ્યા. ગોલ્ડન થ્રેશોલ્ડ તેમની પહેલી કવિતા સંગ્રહ હતું. તેમના બીજું અને ત્રીજું કવિતા સંગ્રહ બર્ડ ઓફ ટાઇમ તથા બ્રોકન વિંગે તેમને પ્રચલિત કરી દીધા.

તેઓ ગાંધીજીને પહેલીવાર ભારતમાં નહીં પરંતુ બ્રિટનમાં મળ્યા હતા

ખૂબ ઓછા લોકો જાણે છે કે ગાંધીજી સાથે સરોજિની નાયડૂની પહેલી મુલાકાત ઈંગ્લેન્ડમાં થઈ હતી. આ 1914ની વાત છે. ગાંધીજી પોતાના દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહના કારણે પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. સરોજિની નાયડૂ તે સમયે ઈંગ્લેન્ડમાં હતા. જ્યારે તેમણે જાણ્યું કે ગાંધીજી પણ ઈંગ્લેન્ડમાં છે, તો તેમને મળવા ગયા.

તેમણે જોયું કે ગાંધીજી જમીન પર ધાબળો પાથરીને બેઠેલા છે અને તેમની સાથે ટામેટા અને મગફળીનું ભોજન પીરસેલું છે. સરોજિની નાયડૂ ગાંધીજીની પ્રશંસા સાંભળી ચૂક્યા હતા, પરંતુ તેમને ક્યારેય જોયા નહોતા. તેમણે પોતે જ વર્ણવ્યું છે કે, ઓછા કપડાઓમાં ટાલ વાળા અને અજીબ પ્રકાર પહેરવેશ વાળો વ્યક્તિ અને તે પણ જમીન પર બેસીને ભોજન કરતો.

ગાંધીજીના આવા વ્યક્તિત્વથી સરોજિની નાયડૂ ખૂબ જ પ્રભાવિત થયા અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને જે તેઓ દેશ માટે સમર્પિત થઈ ગયા. તેઓએ એક કુશળ સેનાપતિના રૂપમાં પોતાની પ્રતિભાનો પરિચય સત્યાગ્રહ અને સંગઠનમાં પણ આપ્યો. તેઓએ રાષ્ટ્રીય આંદોલનોનું નેતૃત્વ કર્યું અને જેલ પણ ગયા.
નાભાની રાજકુમારી અને તેમની દીકરી સાથે સરોજિની નાયડૂ


બંનેનો પરસ્પર હતો ખૂબ જ મિત્રતાનો સંબંધ

ગાંધીજીએ તેમના ભાષણોથી પ્રભાવિત થઈને તેમને 'ભારત કોકિલા'ની ઉપાધિ આપી હતી. પરંતે તેઓ પોતાના પત્રોમાં તેમને ક્યારેક ડિયર બુલબુલ, ડિયર મીરાબાઈ, તો ક્યારેક મજાકમાં અમ્માજાન અને મધર પણ લખતા હતા. મજાકના આ અંદાજમાં સરોજિની પણ તેમને ક્યારેક જુલાહા, લિટલમેન, તો ક્યારેક મિકી માઉસના નામે સંબોધિત કરતા હતા.

જ્યારે દેશમાં આઝાદીની સાથે ભડકેલી હિંસાને શાંત કરવાનો પ્રયાસ ગાંધીજી કરી રહ્યા હતા, તે સમયે સરોજિની નાયડૂએ તેમને શાંતિના દૂત કહ્યા હતા અને હિંસા રોકવાની અપીલ કરી હતી. સરોજિની નાયડૂ 1925માં કોંગ્રેસના કાનપુર અધિવેશનમાં કોંગ્રેસની બીજા મહિલા અધ્યક્ષ બન્યા. તેઓ ભારતના પહેલા મહિલા ગવર્નર પણ હતા. આઝાદી બાદ તેમને સંયુક્ત પ્રાંતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.
First published: February 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading