Sarkari Naukri: સીનિયર મેનેજર સહિત અનેક જગ્યા માટે નોકરી, અરજીની છેલ્લી તારીખ નજીક

Sarkari Naukri: સીનિયર મેનેજર સહિત અનેક જગ્યા માટે નોકરી, અરજીની છેલ્લી તારીખ નજીક
પ્રતીકાત્મક તસવીર.

આ નોકરી માટે ઇચ્છુક ઉમેદવારોએ જો હજી પણ અરજી ન કરી હોય તો બેંકની સત્તાવાર વેબસાઈટ pscb.in પર જઈને તેઓ અરજી કરી શકે છે.

  • Share this:
નવી દિલ્હી: પંજાબ સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ (Punjab State Cooperative Bank Limited)માં ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં સીનિયર મેનેજર સહિતના પદ માટેની ભરતીઓમાં અરજી માટે અંતિમ તારીખમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ નોકરી માટે ઇચ્છુક ઉમેદવારોએ જો હજી પણ અરજી ન કરી હોય તો બેંકની સત્તાવાર વેબસાઈટ pscb.in પર જઈને તેઓ અરજી કરી શકે છે.

અરજી કરતા પહેલા નોટિફિકેશન વાંચો



અરજી કરવા ઇચ્છુકોએ બેંકની તરફથી જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશનને વાંચવી જરૂરી છે. આ નોટિફિકેશન મુજબ નિયમ મુજબ કરાયેલી અરજી જ માન્ય રહેશે. ઓનલાઇન અરજીમાં ભૂલ જોવા મળશે તો તેને રદ્દ કરવામાં આવશે. આ ભરતી અલગ-અલગ 865થી વધુ ખાલી જગ્યા માટે થશે.

આ પદો માટે થશે ભરતી

મેનેજર: 60 જગ્યા
સીનિયર મેનેજર: 40 જગ્યા
સ્ટેનો ટાઈપીસ્ટ: 10 જગ્યા
ક્લાર્ક કમ ડેટા ઓપરેટર: 739 જગ્યા
આઇટી ઓફિસર: 7 જગ્યા

આ પણ વાંચો: દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીની સંખ્યા બે કરોડને પાર, 24 કલાકમાં નવા 3.62 લાખ કેસ નોંધાયા

શૈક્ષણિક લાયકાત

સીનિયર મેનેજર પદ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે માન્યતા ધરાવતી કોઈપણ યુનિવર્સિટીના MBAની ડીગ્રી હોવી જોઈએ. જ્યારે મેનેજરની જગ્યા માટે ઉમેદવાર પાસે PGની ડીગ્રી હોવી આવશ્યક છે. જ્યારે IT ઓફિસરના પદ માટે MCAની ડીગ્રી હોવી હોઈએ.

વય મર્યાદા

આ પદ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર મર્યાદા 18 વર્ષથી 37 વર્ષની છે. SC કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: 'તૌકતે' વાવાઝોડું શું તબાહી મચાવશે? ગુજરાતમાં કેટલી ઝડપે પવન ફૂંકાઈ શકે? તંત્રની કેવી છે તૈયારી?

પસંદગીની પ્રક્રિયા

આ વિવિધ પદો માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે મેરીટ પ્રમાણે કરવામાં આવશે. આ ભરતીથી સંબંધિત માહિતી માટે જાહેર કરેલા સત્તાવાર નોટિફિકેશનને ચકાસી શકે છે.

અરજીની ફી

આ ભરતી માટે રૂ. 1400 અરજી ફી તરીકે લેવામાં આવશે. SC વર્ગના ઉમેદવારોએ રૂ. 700 ફી આપવાની રહેશે.

આ પણ વાંચો: ફક્ત એક રૂપિયામાં ખરીદો 24 કેરેટ શુદ્ધ સોનું! જાણો વિવિધ કંપનીઓની ઑફર

મહત્ત્વની તારીખો

ઓનલાઈન અરજીની તારીખ: 20 મે 2021
સત્તાવાર વેબસાઈટ: pscb.in

અહીં જુઓ નોટિફિકેશન

બધા જ રાજ્યોની બોર્ડ પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષા, તૈયારી અને નોકરી/કારકિર્દી સાથે જોડાયેલા Job Alert અને દરેક ખબર માટે https://hindi.news18.com/news/career/ને ફોલો કરો
Published by:News18 Gujarati
First published:May 14, 2021, 11:38 am

ટૉપ ન્યૂઝ