વિરેન્દ્ર ભારદ્વાજ, સરકાઘાટ (મંડી). માતા દીકરાનો આતુરતાથી રાહ જોતી રહી પરંતુ તેને શું ખબર હતી કે ઘરે દીકરાનો મૃતદેહ પહોંચશે. મામલો હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના મંડી જિલ્લા (Mandi District)નો છે. મૂળે, હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (Himachal Road Transport Corporation-HRTC)ની ચાલતી બસમાં ડ્રાઇવર (Driver)ને હાર્ટ અટેક (Heart Attack) આવ્યા અને બાદમા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘરે માતા દીકરો દવાઓ લઈને આવશે તેની રાહ જોઈ રહી હતી. HRTCમાં ડ્રાઇવર તરીકે કાર્યરત શ્યામ લાલ માતાને કહીને ગયા હતા કે તેઓ આવતા સપ્તાહે જ્યારે ઘરે આવશે તો માતાની દવા લઈને પણ આવશે .પરંતુ માતા હવે પોતાના લાલને ક્યારેય મળી નહીં શકે.
પરિવાર ઉપર ફાટ્યું આફતોનું વાદળ
દીકરાના મોત બાદથી માતા પ્રકાશો દેવી લગભગ બેભાન અવસ્થામાં જ છે. બીજી તરફ પત્ની અને બાળકોને રડી-રડીને ખરાબ હાલ થઈ ગયો છે. 35 પેસેન્જરોનો જીવ બચાવનાર દમસેડા નિવાસી 43 વર્ષીય શ્યામ લાલના ઘરે તથા ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. કોઈને પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે શ્યામ લાલ હવે તેમની વચ્ચે નથી રહ્યા. શ્યામ લાલને ક્યારેય હૃદયને લગતી કોઈ તકલીફ કે બીમારીની ફરિયાદ નહોતી. તેઓ હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના સરકાઘાટ ડેપોમાં કાર્યરત હતા અને ડ્યૂટી પર નિયમિત કરતા હતા.
શ્યામ લાલે મરતાં પહેલા આવી રીતે બચાવ્યો હતો 35 પેસેન્જરોનો જીવ
મંગળવારે રોસ્સો-અવાહદેવી રૂટ પર શ્યામ લાલ બસ લઈને જઈ રહ્યા હતા. રસ્તામાં સધોટની પાસે તેમની તબિયત ખરાબ થઈ ગઈ અને 35 પેસેન્જરોને સુરક્ષિત રીતે ઉતારીને સ્ટિયરીંગ પર જ ઢળી પડ્યા. તેમણે સમયસૂચકતા દર્શાવતા તમામ પેસેન્જરોને બસમાંથી નીચે ઉતરી જવાની સલાહ આપી હતી. બાદમાં તેમને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
શ્યામ લાલના ઘરમાં 80 વર્ષીય માતા પ્રકાશો દેવી છે. આ ઉપરાંત 35 વર્ષીય પત્ની અંજના દેવી, એક દીકરો અને એક દીકરી છે. શ્યામ લાલ પોતાના પરિવારના એક માત્ર રોજીરોટી કમાવવાનો સહારો હતા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર