કરુણ ઘટના! ટ્રેક ક્રોસ કરતા સમયે રેલવે લાઈનમાં ફસાઈ સાડી, ટ્રેન સાથે ખેચાઈ જતા મહિલા ટીચર કમકમાટી ભર્યું મોત

પ્રતિકાત્મક તસવીર

મહિલા રેલવે લાઈન ક્રોસ કરી રહી હતી ત્યારે તેની સાડી અચાનક ટ્રેકમાં સફાઈ ગઈ હતી. આ દરમિયાન ટ્રેન આવવાના કારણે મહિલા તેની સાથે ખેચાઈ ગઈ હતી.

  • Share this:
    પલામુઃ ઝારખંડમાં (Jharkhand) પલામુ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ડાલટનગંજ રેલવે સ્ટેશનના (railway station) રરેડમા ઓવરબ્રિસ પાસે રેલવે ટ્રેકમાં (saree traped in track) સાડી ફસાવવાના કારણે એક મહિલાએ જીવ ખોયો હતો. મહિલા રેલવે લાઈન ક્રોસ કરી રહી હતી ત્યારે તેની સાડી અચાનક ટ્રેકમાં સફાઈ ગઈ હતી. આ દરમિયાન ટ્રેન આવવાના કારણે મહિલા તેની સાથે ખેચાઈ ગઈ હતી. જેના કારણે મહિલા ટીચરનું (lady teacher death) ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના થોડા સમય સુધી મહિલાની ઓળખ થઈ શકી ન હતી. ત્યારબાદ મૃતક મહિલાની ઓળખ થઈ હતી.

    મળતી માહિતી પ્રમાણે ડાલટનગંજ રાજકીય રેલ થાના પ્રભારી કિશુન પ્રસાદના જણાવ્યા પ્રમાણે રેડમા ઓવરબ્રિજથી નજીક આગળ એક મહિલાની લાશ મળી હતી. શરૂઆતમાં તેની ઓળખ થઈ શકી ન હતી.

    જોકે, ત્યારબાદ મહિલાની ઓળખ બેલવાટિકાના પ્રદીપ કુમારની પત્ની 42 વર્ષીય સુષમા રવાની તરીકે થઈ હતી. તેમના પતિ અને પુત્ર તેમની શોધમાં રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે લાશની ઓળખ કરી હતી.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભૂમાફિયાઓએ રૂ. ત્રણ કરોડ બતાવી અભણ ખેડૂતની જમીન પચાવી પાડી, નવ લોકો સામે ફરિયાદ, વિરમ દેસાઈની ધરપકડ

    મહિલાના પતિના જણાવ્યા પ્રમાણે બુધવારે સવારે આસરે 8.30 વાગ્યે બંને સાથે નીકળ્યા હતા. આ વચ્ચે સુષમા કોઈને મળવાની વાત કરતા તેમનાથી અલગ થઈ મળવા ગઈ હતી. મોડું થતાં તેમની શોધખોળ શરૂ કરી હતી.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાલું કારે ફાયરિંગ કરી વીડિયો બનાવી 'સ્ટાઈલ' મારવી 'ભરવાડ' યુવકને ભારે પડી, થઈ ધરપકડ

    આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! પત્નીના મોતથી દુઃખી પતિએ Facebook Live કર્યા પછી ટ્રેન નીચે કપાઈને કરી આત્મહત્યા, બે બાળકો બન્યા અનાથ

    વોર્ડ 20ના કોર્પોરેટર નિરંજન પ્રશાદે જણાવ્યું કે સુષમા રવાની ઓરિયંટ સ્કૂલમાં ભણાવતીહતી. સ્કૂલના કોઈ શિક્ષકને મળવા માટે તે રેડમા ઓવરબ્રિજ થઈને જઈ રહી હતી. આ વચ્ચે તેની સાડી રેલવે ટ્રેકમાં ફસાઈ ગઈ હતી. અને ત્યારે જ ટ્રેન આવતા મહિલાને પણ તેની સાથે ખેંચી ગઈ હતી.



    વધુ મળતી માહિતી પ્રમાણે સુષમા અને પ્રદીપના લગ્ન 1999માં બિલાસપુરમાં થયા હતા. આ ઘટના બાદ બેલવાટિકા વિસ્તારમાં શોકની લહેર ફેલાી ગઈ હતી. દરેક લોકો આ ઘટનાથી શોકમાં છે. આમ પરિવારજનોમાં છઠની ખુશીઓ માતમમાં ફેલાઈ ગઈ હતી.
    Published by:ankit patel
    First published: