પ્રિયંકાએ 22 વર્ષ જૂની તસવીર શેર કરી, પતિને પૂછ્યું- ડિનર પર લઈ જશો?

News18 Gujarati
Updated: July 17, 2019, 3:49 PM IST
પ્રિયંકાએ 22 વર્ષ જૂની તસવીર શેર કરી, પતિને પૂછ્યું- ડિનર પર લઈ જશો?
પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા (ફાઇલ તસવીર)

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ સાડીમાં પોતાની સુંદર તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર પોસ્ટ કર્યા બાદ પ્રિયંકાને લગ્નતિથિની શુભેચ્છા મળવા લાગી હતી.

  • Share this:
સોશિયલ મીડિયા પર આજકાલ અલગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ટ્વિટર પર #Sareetwitter ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ હેશ ટેગ સાથે જાણીતી વ્યક્તિએ સાડીમાં પોતાની તસવીર પર શેર કરી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ સાડીમાં પોતાની સુંદર તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર પોસ્ટ કર્યા બાદ પ્રિયંકાને લગ્નતિથિની શુભેચ્છા મળવા લાગી હતી. હકીકતમાં પ્રિયંકાએ પોતાના લગ્નની બીજા દિવસની તસવીર શેર કરી છે, જે 22 વર્ષ જૂની છે. આ તસવીરમાં તે બનારસી સાડીમાં પૂજા કરી રહ્યા છે.

ટ્વિટર યૂઝર્સે પ્રિયંકાની આ તસવીરને તેની લગ્નતિથિની તસવીર સમજી લીધી હતી અને લગ્નતિથિની શુભકામના આપવા લાગ્યા હતા. આના પર પ્રિયંકાએ જવાબ આપ્યો કે, "લગ્નિતિથિની શુભેચ્છાઓ માટે આભાર, પરંતુ આ ફક્ત #SareeTwitte માટે જૂની તસવીર છે, મારી લગ્નતિથિ ફેબ્રુઆરીમાં આવે છે."

પતિને પૂછ્યુ- ડિનર પર આવશો?જે બાદમાં પ્રિયંકા ગાંધીએ અન્ય એક ટ્વિટમાં પતિ રોબર્ડ વાડ્રાને ટેગ કરીને લખ્યું કે, 'શું તમે હજુ પણ મને ડિનર માટે બહાર લઈ જઈ શકો છો?'

નોંધનીય છે કે હેશ ટેગ સાડીના માધ્યમથી બોલિવૂડ હસ્તીઓ ઉપરાંત રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓ પણ પોતાની તસવીરો શેર કરી રહી છે. પ્રિયંકા ગાંધી ઉપરાંત શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદી, બીજેપી નેતા નુપુર શર્માએ પણ સાડીમાં પોતાની તસવીરો શેર કરી છે.

વાંચો : સોશિયલ મીડિયામાં કેમ ટ્રેન્ડ કરી રહ્યું છે #SareeTwitter, જાણો કારણ
First published: July 17, 2019, 3:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading