મુસ્લિમ પરિવારની ગાય કૂવામાં પડી, હિંદુ યુવકોએ કળશ પૂજા છોડી મદદ કરી

News18 Gujarati
Updated: October 9, 2019, 3:41 PM IST
મુસ્લિમ પરિવારની ગાય કૂવામાં પડી, હિંદુ યુવકોએ કળશ પૂજા છોડી મદદ કરી
ગાયનું બચાવ કાર્ય
News18 Gujarati
Updated: October 9, 2019, 3:41 PM IST
બિહારના છપરામાં પશુ પ્રેમ અને માનવતાની સાથે ભાઇચારાનું એક અનોખુ ઉદાહરણ જોવા મળ્યું. અહીં મુસ્લિમ પરિવારની ગાય કૂવામાં પડી ગઇ હતી. જેના બચાવવા માટે હિંદુ યુવકોએ કલશ વિસર્જનનો કાર્યક્રમ અધવચ્ચે છોડી બચાવકાર્ય શરૂ કર્યું. સારણના કોપા પાસે આ ગાય કૂવામાં પડી હતી. જેનો રેસ્ક્યૂ વીડિયો હાલ વાયરલ થયો છે. આ ઘટના દેવરિયા ગામની છે. પ્રાપ્ત ખબરો મુજબ ગામમાં રહેતા મોહમ્મદ નિજામુદ્દીન પરિવારની ગાય અચાનક જ કૂવામાં પડી ગઇ. ગાય કૂવામાં પડી ગઇ છે તે ખબર ઝડપથી આખા ગામમાં ફેલાઇ ગઇ. જે પછી કલાકોની ભારે જહેમત પછી ગાયને કૂવાથી બહાર નીકાળવામાં આવી. ગાય જ્યારે બહાર નીકળી તો તેની સાર સંભાળ રાખનાર છોકરી ભાવુક થઇ ગઇ હતી. અને રડી પડી હતી.

cow
ગાયનો બચાવ


મંગળવારે સવારે આ ગાય કૂવામાં પડી હતી. કૂવામાં ગાય પડતા જ મોહમ્મદ નિજામુદ્દીનના પરિવારના લોકો રડવા લાગ્યા હતા અને મદદ માટે બૂમો પાડવા લાગ્યા હતા. જેનાથી આસપાસમાં પહેતા હિંદૂ પરિવાર જે સૂર્યોદયથી પહેલા કલશ વિસર્જન કાર્યક્રમમાં વ્યસ્ત હતા, તે પૂજા છોડીને ગાયાના બચાવ કાર્યમાં જોડાઇ ગયા.સુરેશ યાદવ નામના યુવકે જીવ જોખમમાં મૂકીને આ કૂવામાં ઉતર્યો અને તેણે ગાયના પેટ પર દોરડું બાંધ્યું. તે પછી ઉપર ઊભેલા 2 ડઝન જેવા લોકોને ગાયને ઉપરથી તરફ ખેંચી. પણ દોરડું તૂટી જતા ગાય પાછી કૂવામાં પડી. આખરે કલાકોની મહેનત પછી ગાયને બહાર નીકાળવામાં આવી. જેનાથી મુસ્લિમ પરિવારના લોકોના ચહેરા પર ખુશીની લહેર છવાઇ ગઇ. અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો.
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...