Home /News /national-international /બિહારમાં લઠ્ઠાકાંડ: લાશ સળગાવવા માટે પણ લાંચ, ચોધાર આંસુએ રડી રહ્યા છે પરિવાર, આ રહ્યો ગ્રાઉન્ડ રિપોર્ટ

બિહારમાં લઠ્ઠાકાંડ: લાશ સળગાવવા માટે પણ લાંચ, ચોધાર આંસુએ રડી રહ્યા છે પરિવાર, આ રહ્યો ગ્રાઉન્ડ રિપોર્ટ

બિહારમાં લઠ્ઠાકાંડ

બિહારના છપરા એટલે કે દારૂ પર પ્રતિબંધ લગાવેલા સારણ જિલ્લામાં ઝેરી દારૂએ હાહાકાર મચાવ્યો છે. સારણ જિલ્લામાં દારૂ માફિયાઓએ સામાન્ય લોકોના જીવન સાથે ખતરનાક ખેલ ખેલ્યો કે એક જ સમયમાં જિલ્લામાં 30થી વધુ લોકોના મોત થઈ ગયા છે.

પટનાઃ બિહારના છપરા એટલે કે દારૂ પર પ્રતિબંધ લગાવેલા સારણ જિલ્લામાં ઝેરી દારૂએ હાહાકાર મચાવ્યો છે. સારણ જિલ્લામાં દારૂ માફિયાઓએ સામાન્ય લોકોના જીવન સાથે ખતરનાક ખેલ ખેલ્યો કે એક જ સમયમાં જિલ્લામાં 30થી વધુ લોકોના મોત થઈ ગયા છે. અત્યાર સુધીના આંકડાઓ અનુસાર, છપરા જિલ્લાના મશરક અને ઇસુઆપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માત્ર બે દિવસમાં જ ઝેરી દારૂના કારણે 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે હજુ પણ ઘણા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હવે અત્યાર સુધીમાં 17 લોકોના પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યા છે. છાપરાના દારૂના કેસે સૌથી વધુ ગરીબોને પાયમાલ કર્યા છે. કેટલાક ભીખ માંગીને મૃતદેહોના અંતિમસંસ્કાર કરી રહ્યા છે, તો કોઈ ઠંડીમાં તાપણું કરવા માટે રાખેલા લાકડાથી અંતિમસંસ્કાર કરી રહ્યા છે. લોકોની ચીસો અને રડવાનો અવાજ સિવાય, મૃતકોના ઘરમાં ગમગીની છવાઈ ગઈ છે. પરિવારના સભ્યોના ચહેરા પર પોતાના પ્રિયજનોને ગુમાવવાનું દુ:ખ છે અને તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા છે.

મૃતકોની સંખ્યા સતત વધી રહી છે


છાપરામાં નવા વિસ્તારોમાંથી પણ દારૂના કારણે મોતના કેસ આવવા લાગ્યા છે. દારૂના કારણે મરહૌરામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો બીમાર છે, જેમાં ચારને છપરા સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બુધવારે, મધૌરાના લાલાપુરના રહેવાસી સુરેન્દ્ર મહતો અને ધુરેન્દ્ર મહતોની તબિયત બગડી હતી અને છાતીમાં દુખાવો અને આંખોની રોશની ગુમાવવાની ફરિયાદ કર્યા પછી, પરિવારના સભ્યો મધૌરા રેફરલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સ્થિતિની ગંભીરતાને જોતા તબીબોએ સારી સારવાર માટે છાપરા સદર હોસ્પિટલ રીફર કરી હતી. બીજી તરફ, મધૌરાના ખરૌની નિવાસી બિક્રમ રાજનું બુધવારે રાત્રે જ મૃત્યુ થયું હતું. લગભગ એક ડઝન લોકો સારવાર માટે મધૌરા રેફરલ હોસ્પિટલ પહોંચ્યા અને તેમાંથી મોટાભાગના લોકોને ઓછી દ્રષ્ટિ અને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી, ડોક્ટરોએ તમામની પ્રાથમિક તપાસ કર્યા બાદ તેમને સારી સારવાર માટે છાપરા સદર હોસ્પિટલમાં રીફર કર્યા હતા, જ્યાં તમામની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચોઃ  બ્રેકઅપ બાદ ઓનલાઈન ખરીદ્યું એસિડ, દિલ્હીમાં બોયફ્રેન્ડે રચ્યું ષડયંત્ર, આજે કોર્ટમાં રજૂ કરાશે

દારૂ વેચનારને પણ કાળે છોડ્યો નથી


બિહારમાં જે મહિલાઓ માટે દારૂબંધી લાગુ કરવામાં આવી હતી તેમની આંખોમાં આંસુ દેખાય છે. છપરાના મરહૌરામાં રહેતી બબીતા ​​દેવીના પરિવારના ત્રણ સભ્યોના દારૂના કારણે મોત થયા છે. એવું કહેવામાં આવ્યું કે લગ્ન સમારોહમાં બધાએ દારૂ પીધો હતો, ત્યારપછી એક પછી એક બધાની તબિયત બગડવા લાગી. બબીતા ​​દેવીના આંસુ રોકાતા નથી. પતિના મૃતદેહ પાસે શોક વ્યક્ત કરી રહેલી કવિતા દેવીનું કહેવું છે કે સરકાર દારૂબંધીના નામે માત્ર નાટક કરી રહી છે. તે જ સમયે, હોસ્પિટલમાં હાજર મહિલાઓની રડી રડીને હાલત ખરાબ છે.

ભીખ માંગીને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે


છાપરાના મહુલી ગામ અને આસપાસના વિસ્તારોમાં ઝેરી દારૂથી મૃત્યુઆંક 30ને વટાવી ગયો છે, જેમાં ભીખ માંગીને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે . એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા તમામ લોકો ગરીબ છે, જેમની પાસે શબના અંતિમસંસ્કારના પૈસા પણ નથી. મૃતકોના સંબંધીઓ હવે ભીખ માંગીને મૃતદેહોને અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક લોકો ઠંડીથી બચવા ઘરોમાં રાખેલા લાકડાનો ઉપયોગ મૃતદેહને અગ્નિદાહ આપવા માટે કરી રહ્યા છે. મહુલી ગામના લોકોએ જણાવ્યું કે આટલી મોટી ઘટના બની હોવા છતાં આ પરિવારોને સરકાર તરફથી કોઈ આર્થિક મદદ મળી રહી નથી. મૃતદેહોને બાળવા માટે કબીર અંત્યષ્ટિ યોજનાનો લાભ પણ અસરગ્રસ્ત પરિવારોને આપવામાં આવતો નથી.


ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18ને શું મળ્યું


સારણ જિલ્લામાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચેલી ન્યૂઝ 18ની ટીમને ઘણી ચોંકાવનારી માહિતી મળી છે. જ્યારે ન્યૂઝ18ની ટીમ સારણના ઇસુપુર બ્લોકના મહુલી ગામમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી, ત્યારે એક ચોંકાવનારી તસવીર સામે આવી. ગામમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે દારૂ માફિયા દરેક ગામમાં દારૂના કન્સાઇનમેન્ટનો ઉપયોગ કરે છે. આવો જ એક પરિવાર મંજુ દેવીનો છે. મંજુ દેવી પોતે દારૂનું વેચાણ કરતી હતી. દારૂ માફિયાઓ અહીં દારૂનો જથ્થો પહોંચાડતા હતા અને વેચ્યા બાદ પૈસા પડાવી લેતા હતા. આજે મંજુ દેવી પોતે ઝેકી દારૂનો શિકાર બની છે. લોકો ઉતાવળે પોતાના પ્રિયજનોને લઈને હોસ્પિટલ તરફ દોડી રહ્યા છે. ગ્રામજનોએ ખુલ્લેઆમ જણાવ્યું કે મંજુ દેવી દારૂ વેચતી હતી અને ઇસુપુર પોલીસ સ્ટેશનનો ચોકીદાર હરિ રાય દર મહિને 3 હજાર રૂપિયા લે છે. જ્યારે ગ્રામજનોએ આ અંગે પોલીસને અનેકવાર ફરિયાદ કરી ત્યારે અમને ગાળો આપીને ભગાડી દેવામાં આવ્યા.
First published:

Tags: Bihar News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો