સુપ્રીમે CBIને કહ્યું- રાજીવ કુમારને કસ્ટડીમાં લેવા હોય તો ઠોસ પુરાવા આપો

સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)

શારદા ચીટફંડ કૌંભાડ : સીબીઆઈએ કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરવાની મંજૂરી માંગી છે.

 • Share this:
  નવી દિલ્હી : શારદ ચીટફંડ ગોટાળા સાથે જોડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે સીબીઆઈને કહ્યું કે જો તે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરવા માંગે છે તો તેમણે કોર્ટ સામે ઠોસ પુરાવા રજૂ કરવા પડશે. કોર્ટ આ મામલે બુધવારે વધુ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું, 'સીબીઆઈ પુરાવા આપે કે રાજીવ શારદા ચીટફંડ ગોટાળાના પુરાવા નષ્ટ કરવામાં સામેલ રહ્યા છે.'

  મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠે સીબીઆઈ તરફથી રજૂ થયેલા સોલિસીટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે, સીબીઆઈએ અમને સંતોષકારણ જવાબ આપવો પડશે કે રાજીવ કુમારને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાનો તેમનો ઉદેશ્ય યોગ્ય અને ન્યાયના હિતમાં છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે તુષાર મહેતાને કહ્યું કે આ મામલે સાક્ષી રજૂ કરીને અમને સંતુષ્ટ કરો કે ચીટફંડ કેસમાં પુરાવા નષ્ટ કરવામાં કે પછી ગાયબ કરવામાં રાજીવની કોઈ ભૂમિકા રહી છે.

  આ પણ વાંચો : મમતાએ UP માટે BJPનું ભવિષ્ય ભાખ્યું, કહ્યું- '17 બેઠક પણ નહીં મળે'

  નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈ શારદા ચીટફંડ કેસની તપાસ કરી રહી છે, હવે તે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરવા માંગે છે. સીબીઆઈનો દાવો છે કે પૂછપરછ દરમિયાન તેમણે અનેક સવાલોના મેળ બેસતો ન હોય તેવા જવાબ આપ્યા હતા.

  આ ઉપરાંત કોર્ટે રાજીવ કુમારના આ ગોટાળામાં સીધા તાર જોડાયેલા હોવા અંગે લેપટોપનો ડેટા તેમજ ડાયરી જેવા પુરાવા માંગ્યા હતા. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ કે ફક્ત સોગંદનામું પર્યાપ્ત નથી, અમને રેકોર્ડ બતાવો કે આ વ્યક્તિ મામલામાં સામેલ છે. તમે મને આવતીકાલે આ અંગેના પુરાવા આપો.
  Published by:Vinod Zankhaliya
  First published: