Home /News /national-international /સપના ચૌધરીએ કહ્યું, 'કોંગ્રેસમાં જોડાઈ નથી, પ્રિયંકા સાથેની તસવીર જૂની'

સપના ચૌધરીએ કહ્યું, 'કોંગ્રેસમાં જોડાઈ નથી, પ્રિયંકા સાથેની તસવીર જૂની'

હરિયાણવી ડાન્સર (Haryanvi Dancer) થી રિયાલિટી શો સ્ટાર અને ફિલ્મોમાં પણ પોતાના નસીબ અજમાવી ચૂકેલી સેલેબ્રિટી સપના ચૌધરી (Sapana Choudhary) હાલ તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. અનેક મીડિયા રિપોર્ટ તેવો દાવો કરી રહ્યા છે કે અનેક દિલોની ધડકન સપના ચૌધરીએ ગુપચુપ સગાઇ કરી લીધી છે. અને હવે ટૂંક સમયમાં જ તે લગ્ન પણ કરવાની છે.

ઉત્તર ભારતની ડાન્સર સપના ચૌધરી ગઈકાલે રાત્રે કોંગ્રેસમાં જોડાઈ હોવાના અહેવાલો હતા જોકે, તેણે આ સમાચારાને રદીયો આપ્યો છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ શનિવારે રાત્રે કોંગ્રેસનો ખેંસ ધારણ કર્યો હોવાના સમાચાર હતા જોકે, આ બધાની વચ્ચે સપના ચૌધરીએ આજે યૂ-ટર્ન લીધો છે, સપનાએ જણાવ્યું હતું કે તે ક્યારેય કોંગ્રેસમાં જોડાઈ જ નથી અને તેની પ્રિયંકા ગાંધી સાથેની તસવીર જે માધ્યમોમાં પ્રસારિત થઈ હતી તે હાલની નહીં પરંતુ જૂની તસવીર છે.

    છેલ્લા ઘણા દિવસોથી ડાન્સર સપના ચૌધરીની કોંગ્રેસમાં જોડાવાની વાતો માધ્યોમામાં ચર્ચાનો વિષય રહી હતી. એક ચર્ચા એવી પણ હતી કે સપના ચૌધરીને કોંગ્રેસ મથુરા લોકસભા બેઠક પરથી હેમા માલિની સામે લડાવશે, જોકે, મથુરા બેઠક પર ઉમેદવાર જાહેર તો થયા પરંતુ તેમાં સપના ચૌધરીનું નામ નહોતું. આ બધાની વચ્ચે સપના ચૌધરીએ ખુલાસો કર્યો કે તેણે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ લીધું જ નથી.

    આ પણ વાંચો: સપના ચૌધરીએ કોંગ્રેસમાં જોડાવા માટે મૂકી આ શરત!

    સપના ચૌધરીએ કહ્યું, પ્રિયંકા ગાંધી સારા વ્યક્તિ છે, મારી મુલાકાત તેમની સાથે મુલાકાત થઈ હતી. મારુા નામનો ઉપયોગ થયો હોય તો ભલે થાય. હું કોંગ્રેસમાં જોડાઈ નથી. મારી લોકસભા લડવાની મારી ઉંમર નથી. મને રાજકારણથી ચીડ છે. હું ક્યાંય જોડાઈ નથી. હું મારું કામ કરી રહી છું, કરતી રહીશ. જ્યારે હું રાજકારણમાં જોડાઈશ તો જણાવીશ કે મે રાજકારણ જોઈન કર્યું છે, પરંતુ હાલમાં સમાચારો ખોટા છે. ”



    અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બરેએ સપના ચૌધરીના કોંગ્રેસમાં જોડાવાના સમાચારોને સમર્થન આપ્યું હતું પરંતુ આ ઘટનાના 24 કલાકમાં જ સપના ચૌધરીએ નવો ખુલાસો કર્યો છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Genral Election 2019, Loksabha election 2019, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन