'સંજીવની': કોરોનાની રસી અંગે જાગૃતિ માટે Network18 અને Federal Bankની અનોખી પહેલ

કોરોનાની રસી અંગે જાગૃતિ લાવવા પહેલ.

આ પહેલા અંતર્ગત ભારત દેશના સૌથી પાંચ પ્રભાવિત જિલ્લા- અમૃતસર, ઇન્દોર, નાશિક, ગંતુર અને દક્ષિણ કન્નાડાને દત્તક લેવામાં આવશે. આ તમામ જિલ્લાઓમાં ગામડે ગામડે કોરોના વેક્સીન માટે ભાસ અભિયાન ચલાવવામાં આવશે.

 • Share this:
  નવી દિલ્હી: આગામી વિશ્વ આરોગ્ય દિવસે (7 એપ્રિલ) નેટવર્ક 18 નવી પહેલ 'Sanjeevani – A Shot Of Life' લૉંચ કરશે. આ પહેલનો હેતુ કોરોનાની રસી (Corona Vaccination) પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને વધારેમાં વધારે લોકો કોરોનાની રસી લે તેવો છે. નેટવર્ક 18 ફેડરલ બેંક CSR (Corporate Social Responsibility) સાથે મળીને આ પહેલી શરૂ કરશે. જેનો ઉદેશ્ય દરેક ભારતીય સુધી પહોંચીને તેને કોરોનાની રસી સંબધિત જરૂરી અને મહત્ત્વની જાણકારી આપવાનો છે.

  વડાપ્રધાન મોદીએ 16મી જાન્યુઆરીના રોજ દેશમાં રસીકરણના પ્રથમ તબક્કાની શરૂઆત કરાવી હતી. પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ સ્વાસ્થ્યકર્મીઓ અને અગ્ર મોરચાના કાર્યકરોને રસી આપવામાં આવી હતી. ભારત પાસે હાલમાં કોરોના વાયરસની કોવિશિલ્ડ અને કોવેક્સીન એમ બે રસી છે. ભારતમાં આ બંને રસીના આપતકાલીન ઉપયોગની છૂટ આપવામાં આવી છે. દેશમાં એક સફાઇ કામદારને સૌથી પહેલા રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો.

  જે બાદમાં 1 માર્ચથી 60 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો તેમજ 45થી 59 વર્ષની વચ્ચેના હોય પરંતુ કોઈ ગંભીર બીમારીથી પીડાતા હોય તેવા તમામ લોકોને કોરોના વેક્સીન આપવાની શરૂઆત થઈ હતી. જે બાદમાં પહેલી એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.

  આ પણ વાંચો: કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ! દેશમાં પ્રથમ વખત 1 લાખથી વધારે નવા કેસ નોંધાયા

  સાતમી એપ્રિલના રોજ નેટવર્ક 19 ફેડરેલ બેંક સાથે મળીને સંજીવની પહેલની શરૂઆત કરશે. અમૃતસર ખાતેથી આ પહેલની શરૂઆત કરવામાં આવશે, જેનો બ્રાન્ડ એમ્બેસેડર બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ હશે. આ પ્રસંગે અભિનેતા સોનુ સૂદ પહેલની શરૂઆત કરતા પોતે પણ રસી લેશે.

  એક અહેવાલ પ્રમાણે ભારતની 66 ટકા વસ્તી રિમોટ (ગ્રામ્ય-અંતરિયાળ) વિસ્તારોમાં રહે છે, આજ કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને વેક્સીન લેવામાં ખૂબ તકલીફ પડી રહી છે. નેટવર્ક 18નો ઉદેશ્ય છે કે દરેક ભારતીયને કોરોના વેક્સીન મળે અને તમામ ફરીથી પોતાનું 'સામાન્ય' જીવન જીવવા લાગે.

  આ પણ વાંચો: COVID-19: અમેરિકાના વૈજ્ઞાનિકની ચેતવણી- 'આગામી બે અઠવાડિયામાં કોરોના હાહાકાર મચાવશે'

  આ પહેલ અંતર્ગત ભારત દેશના સૌથી પાંચ પ્રભાવિત જિલ્લા- અમૃતસર, ઇન્દોર, નાશિક, ગંતુર અને દક્ષિણ કન્નાડાને દત્તક લેવામાં આવશે. આ તમામ જિલ્લાઓમાં ગામડે ગામડે કોરોના વેક્સીન માટે ખાસ અભિયાન ચલાવવામાં આવશે.

  આ પ્રસંગે "સંજીવની કી ગાડી"ને પગલે લીલીઝંડી આપવામાં આવશે. આ વાન પ્રભાવિત વિસ્તારોમાં ફરશે અને ગામ લોકોમાં કોરોનાની રસી પ્રત્યે ફેલાયેલી ગેરમાન્યતાઓને દૂર કરશે. આ અભિયાનને સફળ બનાવવા માટે અમારી સાથે જોડાઓ.
  Published by:Vinod Zankhaliya
  First published: