સંજીવની-ટીકા જિંદગી કા: આદર પૂનાવાલાએ કહ્યુ- 'અમારી વેક્સીનમાં બૂસ્ટર ડોઝ નહીં લેવો પડે'

આદર પૂનાવાલા.

Sanjeevani A Shot of Life: Federal Bank and Network 18 Initiative: લોકોમાં કોરોનાની રસી પ્રત્યે વિશ્વાસ ઊભો કરવાની કડીમાં CNN-NEWS18 તરફથી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના CEO આદર પૂનાવાલા (Adar Poonawalla) સાથે ખાસ વાતચીત કરવામાં આવી.

 • Share this:
  મુંબઈ: નેટવર્ક 18 અને ફેડરલ બેંક તરફથી દેશમાં વિશ્વ આરોગ્ય દિવસ (World health day)ના પ્રસંગે કોરોનાને ફેલાતો અટકાવવા માટે જરૂરી રસી પ્રત્યે જાગૃતિ લાવવા માટે સંજીવની અભિયાન (Sanjeevani A Shot of Life: Federal Bank and Network 18 Initiative) શરૂ કર્યું છે. બુધવારે ભારત-પાકિસ્તાન સરહદ સ્થિત અટારી બૉર્ડર ખાતેથી શરૂ કરવામાં આવેલા આ ખાસ કાર્યક્રમમાં CNN-NEWS18 તરફથી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના CEO આદર પૂનાવાલા (Adar Poonawalla) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

  આ દરમિયાન આદર પૂનાવાલાએ દાવો કર્યો હતો કે તેમની કંપની તરફથી બનાવવામાં આવેલી વેક્સીન- Covishield લેનાર કોઈ પણ વ્યક્તિએ બૂસ્ટર ડોઝ લેવાની જરૂરિયાત નહીં પડે. અમુક મહિનાઓ પહેલા કોરોનાને ન્યૂરોલૉજિકલ સમસ્યા સાથે જોડવામાં આવતો હતો. હવે લોહીના ગઠ્ઠા થઈ જવાની વાત કરવામાં આવી રહી છે.

  હું પોતે તપાસમાં લાગ્યો છું: પૂનાવાલા

  કાર્યક્રમ દરમિયાન આદર પૂનાવાલાએ જણાવ્યું કે, અલગ અલગ દેશના સ્વાસ્થ્ય મંત્રાલયો, વિશ્વ આરોગ્ય સંસ્થાની તપાસની સાથે સાથે હું જાતે પણ તપાસમાં લાગ્યો છું. પૂનાવાલાએ કહ્યુ કે, અમુક વેક્સીનમાં બૂસ્ટર ડોઝની જરૂર પડે છે. અમારી વેક્સીમાં કોઈ જ બૂસ્ટર ડોઝની જરૂર નહીં પડે.  આ જ કડીમાં દિલ્હીમાં CNN-NEWS18ના રાજકીય બાબતોના સંપાદક મારિયા શકીલ સાથે વાતચીત કરતા નીતિ આયોગના ઉપાધ્યક્ષ અમિતાભ કાંતે કહ્યુ કે, મેં બને ડોઝ લીધા છે. મને ખબર પણ ન પડી, ખૂબ જ સરળતાથી આ કામ થઈ ગયું હતું. તમામ લોકોએ રસી લેવી જોઈએ. મને કોઈ આડઅસર પણ નથી થઈ. બીજી લહેર ખૂબ જ ખતરનાક છે. તમામ ભારતીયોએ તમામ નિયમોનું પાલન કરવું જોઈએ.

  કાંતે કહ્યુ કે, જો આપણે ઇચ્છી રહ્યા છીએ કે આપણી જિંદગી એકદમ સામાન્ય રીતે ચાલે તો તમામે નિયમોનું પાલન કરવું પડશે. કાંતે કહ્યું કે દેશના 11 રાજ્યમાં 90% કેસ સામે આવી રહ્યા છે. ભારત એકલો એવો દેશ છે, જેણે વેક્સીન બનાવી લીધી છે. હું ઇચ્છું છું કે તમામ લોકો રસી લઈ છે.
  Published by:Vinod Zankhaliya
  First published: