સંજય રાઉતનો દાવો : શિવસેના પાસે 170 ધારાસભ્યોનું સમર્થન, અમારા જ CM હશે

News18 Gujarati
Updated: November 3, 2019, 2:25 PM IST
સંજય રાઉતનો દાવો : શિવસેના પાસે 170 ધારાસભ્યોનું સમર્થન, અમારા જ CM હશે
શિવસેનાને સમર્થન કરનારા ધારાસભ્યોની સંખ્યા 175ને પાર થઈ શકે છે : સંજય રાઉત

શિવસેનાને સમર્થન કરનારા ધારાસભ્યોની સંખ્યા 175ને પાર થઈ શકે છે : સંજય રાઉત

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં બીજેપી (BJP) અને શિવસેના (Shiv Sena)ની વચ્ચે સરકાર રચવાને લઈ ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉત (MP Sanjay Raut)એ દાવો કર્યો છે કે તેમની પાર્ટીની પાસે હાલમાં 170 ધારાસભ્યોનું સમર્થન છે. તેઓએ કહ્યુ કે આ સંખ્યા 175ને પણ પાર કરી શકે છે. તેઓએ એવો પણ દાવો કર્યો કે મહારાષ્ટ્રમાં આ વખતે શિવસેનાના જ મુખ્યમંત્રી હશે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં 24 ઑક્ટોબરે આવેલા વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election 2019) પરિણામો બાદ શિવસેના અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ તથા સરકારમાં 50-50ની ભાગીદારી માંગી રહી છે. જોકે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis)એ હાલમાં જ સ્પષ્ટ કર્યુ છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સાથે આવો કોઈ વાયદો નથી કરવામાં આવ્યો. આ ચૂંટણીમાં 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાએ 56 અને બીજેપીએ 105 સીટો પર જીત નોંધાવી છે.

આ પહેલા શિવસેના (Shiv Sena) સાંસદ સંજય રાઉત (Sanjay Raut)એ હવે એક શેરના માધ્યમથી ગઠબંધનના ભાગીદાર પર નિશાન સાધ્યું છે. રાઉતે તેની પર જાણીતા શાયર વસીમ બરેલવી (Wasim Barelvi)ના શેરના માધ્યમથી બીજેપી પર કટાક્ષ કર્યો.શિવસેના સાંસદ રાઉતે ટ્વિટ કર્યુ કે, "ઉસૂલો પર જહાં આંચ આયે, ટકરાના જરૂરી હૈ, જો જિન્દા હો, તો ફિર જિન્દા નજર આના જરૂરી હૈ...જય મહારાષ્ટ્ર..."

શિવસેના સમીકરણ બદલે છે તો મહારાષ્ટ્રની રાજનીતિ બદલાઈ જશે

બીજી તરફ, એનસીપી પ્રવક્તા નવાબ મલિકે શિવસેનાનું વલણ પર પોતાનું સમર્થન આપતાં કહ્યુ કે, તેમાં કોઈ શંકા નથી કે મહારાષ્ટ્રમાં આ વખતે મુખ્યમંત્રી શિવસેનાના હશે. તેઓએ કહ્યુ કે જો શિવસેના સમીકરણ બદલે છે તો મહારાષ્ટ્રની રાજનીતિ બદલાઈ શકે છે. તેઓએ કહ્યુ કે આ સંબંધમાં અમારી શિવસેના સાથે કોઈ ચર્ચા નથી થઈ. અમે હજુ પણ વિપક્ષની ભૂમિકામાં છીએ. તેઓએ કહ્યુ કે સંજય રાઉતે ચૂંટણી દરમિયાન કહ્યુ હતું કે ચૂંટણીમાં ગુંડાઓનો ઉપયોગ થઈ રહ્યો છે એવું અમે છેલ્લા પાંચ વર્ષથી કહી રહ્યા છીએ. શિવસેના જેવું પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરશે, અમે અમારી ભૂમિકા સ્પષ્ટ કરી દઈશું.

આ પણ વાંચો, શિવસેનાએ વસીમ બરેલવીના શેરથી BJP પર કટાક્ષ કર્યો, લખ્યું- અગર જિંદા હો...
Published by: Mrunal Bhojak
First published: November 3, 2019, 2:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading