NCP સાથે સંબંધો તોડવાનું વિચારી રહી છે શિવસેના? રાઉતે લખ્યું- ‘હમ કો તો બસ તલાશ નએ રાસ્તોં કી હૈ’

અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના આરોપો બાદ સંજય રાઉતના ટ્વીટથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત

અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના આરોપો બાદ સંજય રાઉતના ટ્વીટથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત

  • Share this:
    મુંબઈ. મહારાષ્ટ્ર (Maharashtra)માં હાલના સમયમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ (Param Bir Singh) તરફથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને લખેલા પત્રમાં તેઓએ રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. હવે આ મામલો વેગ પકડતો હોય એવું લાગી રહ્યું છે. આ બધાની વચ્ચે શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત (Sanjay Raut)એ રવિવારે સવાર-સવારમાં શાયરાના અંદાજમાં ટ્વીટ કર્યું છે. તેઓએ જાવેદ અખ્તર (Javed Akhtar)ની એક શાયરી ટ્વીટ કરી છે. તેઓએ લખ્યું કે, ‘શુભ પ્રભાત... હમ કો તો બસ તલાશ નએ રાસ્તો કી હૈ, અમ હૈ મુસાફિર એસે જો મંજિલ સે આએ હૈ.’

    સંજય રાઉતના આ ટ્વીટથી નવા સમીકરણોના સંકેત માનવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની ગઠબંધન સરકાર છે. બીજી તરફ રાજ્ય સરકારમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખ એનસીપીના છે. એવામાં ભ્રષ્ટાચારના લાગેલા આરોપો બાદ સંજય રાઉતના આ ટ્વીટથી શિવસેના અને એનસીપીના સંબંધોમાં ખટાસ આવવાની વાતો કહેવામાં આવી રહી છે.

    બીજી તરફ, સંજય રાઉતના આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા એનસીપી પ્રવક્તા કલાઇડ ક્રાસ્ટોએ લખ્યું, ‘હમ સાથ ચલે, કારવાં બનતા ગયા, મુશ્કીલેં આતી રહી, સાથ ચલતે રહે હમ, બિછાએ વો કાંટે, દેતે રહે ગમ, મુસાફિર હૈ...મંઝિલ તો પાએંગે હમ...’

    આ પણ વાંચો, અમરનાથ યાત્રા માટે આ વખતે થઈ શકશે પાંચથી વધુ યાત્રિકોનું ગ્રુપ રજિસ્ટ્રેશન, જાણો તમામ વિગતો

    નોંધનીય છે કે, મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે શનિવારે કહ્યું હતું કે, તેઓ ભ્રષ્ટાચારના આરોપ લગાવવા માટે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરબમીર સિંહની વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવશે. આ પહેલા એનસીપી નેતા દેશમુખે ટ્વીટ કરીને સિંહના આરોપોને ફગાવી દીધા કે તેઓએ પોલીસ અધિકારીઓને બાર, રેસ્ટોરાં અને અન્ય પ્રતિષ્ઠાનોથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા માટે કહ્યું હતું.

    આ પણ વાંચો, 2024ની લોકસભા ચૂંટણી સુધીમાં શરૂ થઈ જશે રિમોટ વોટિંગની વ્યવસ્થાઃ મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા

    મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં પરમબીર સિંહે કહ્યું છે કે દેશમુખે સચિન વાઝેને કહ્યું હતું કે, તેઓએ બાર, રેસ્ટોરાં અને આવા જ અન્ય પ્રતિષ્ઠાનોથી દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમાંથી અડધી રકમ શહેરમાં ચાલી રહેલા 1750 બાર, રેસ્ટોરાં અને આવા જ અન્ય પ્રતિષ્ઠાનોથી વસૂલવામાં આવે.
    Published by:Mrunal Bhojak
    First published: