મુંબઈ : પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) પર આપેલા એક વિવાદાસ્પદ નિવેદનને શિવસેના (Shiv Sena) સાંસદ સંજય રાઉત (Sanjay Raut)એ પરત લઈ લીધું છે. તેઓએ કહ્યું કે, જો મારા નિવેદનથી કોઈ પણની લાગણીને ઠેસ પહોંચી છે તો હું તેના માટે માફી માંગું છું. મેં હંમેશા કૉંગ્રેસના નેતાઓનું સમર્થન કર્યું છે.
કૉંગ્રેસની આપત્તિ પર સંજય રાઉતે કહ્યું કે, મેં હંમેશા ઈન્દિરા ગાંધી, પંડિત નહેરુ, રાજીવ ગાંધી અને ગાંધી પરિવાર પ્રતિ જે સન્માન દર્શાવ્યું, તે વિપક્ષમાં હોવા છતાંય કોઈએ નથી દશાવ્યું. જ્યારે પણ લોકોએ ઈન્દિરા ગાંધી પર નિશાન સાધ્યું છે, હું તેમના માટે ઊભો રહ્યો છું.
નોંધનીય છે કે, એક કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ સંજય રાઉતે બુધવારે દાવો કર્યો હતો કે ઈન્દિરા ગાંધી કરીમ લાલા સાથે મુલાકાત કરતાં હતાં. કરીમ લાલા, મસ્તાન મિર્ઝા ઉર્ફ હાજી મસ્તાન અને વરદરાજન મુદલિયાર મુંબઈના મોટા માફિયા ડૉન હતા, જે 1960થી લઈને એંસીના દશક સુધી સક્રિય રહ્યા.
મિલિંદ દેવરાએ આપત્તિ વ્યક્ત કરી
કૉંગ્રેસ નેતા મિલિંદ દેવરા અને સંજય નિરૂપમે આ નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી હતી. દેવરાએ કહ્યું કે રાજનેતાઓને તે વડાપ્રધાનોની વિરાસત ખોટી રીતે રજૂ કરવાથી બચવું જોઈએ જે હવે આ દુનિયામાં નથી. તેઓએ ટ્વિટ કર્યું કે, ઈન્દિરાજી એક સાચા દેશભક્ત હતાં, જેઓએ ક્યારેય ભારતની રાષ્ટ્રીય સુરક્ષાની સાથે સમજૂતી નથી કરી.
આ પણ વાંચો, સંજય રાઉતનો દાવો: અંડરવર્લ્ડ ડોન કરીમ લાલાને મળતા હતા ઈન્દિરા ગાંધી
સંજય નિરૂપમે ગણાવ્યા- 'મિસ્ટર શાયર'
દેવરાએ કહ્યું કે, કૉંગ્રેસના મુંબઈ એકમના પૂર્વ અધ્યક્ષ હોવાને કારણે હું સંજય રાઉતજીને તેમના ખોટા નિવેદનને પરત લેવાનો અનુરોધ કરું છું. રાજનેતાઓએ દિવંગત વડાપ્રધાનોના વારસાને ખોટી રીતે રજૂ કરવાથી બચવું જોઈએ. મુંબઈ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમે કહ્યું કે, રાઉતે ગાંધીની વિરુદ્ધ ખોટું અભિયાન ચાલુ રાખ્યું તો પસ્તાવું પડશે. રાઉત દ્વારા ટ્વિટર પર અનેક બીજાઓની કવિતા શૅર કરવાનો સંદર્ભ આપતા નિરૂપમે કહ્યું કે, સારું રહેશે કે શિવસેના નેતા કવિતાઓથી મહારાષ્ટ્રનું મનોરંજન કરવા પર ધ્યાન આપે. નિરૂપમે ટ્વિટ કર્યું કે, સારું રહેશે કે શિવસેનાના માસ્ટર શાયર બીજાઓને હળવી શાયરી, કવિતાઓ સંભળાવીને મહારાષ્ટ્રનું મનોરંજન કરતા રહે. પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની વિરુદ્ધ દુષ્પ્રચાર કરશે તો તેમને પસ્તાવું પડશે. કાલે તેઓએ ઈન્દિરા ગાંધી વિશે જે નિવેદન આપ્યું છે તે તેમણે પરત લેવું જોઈએ.
આ પણ વાંચો, આતંકવાદીઓને આશ્રય આપવા DSP દવિન્દર સિંહે બનાવ્યો હતો ખાસ અડ્ડો, વિદેશી એજન્સીઓ સાથે હતું કનેક્શન