શરદ પવાર રાષ્ટ્રપતિ બનવાની રેસમાં? સંજય રાઉતના નિવેદનથી ચર્ચા તેજ

News18 Gujarati
Updated: January 6, 2020, 2:29 PM IST
શરદ પવાર રાષ્ટ્રપતિ બનવાની રેસમાં? સંજય રાઉતના નિવેદનથી ચર્ચા તેજ
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

સંજય રાઉતે કહ્યું કે, 2022માં શરદ પવાર બને દેશના રાષ્ટ્રપતિ, નિર્ણય માટે અમારી પાસે હશે પૂરતી સંખ્યા

  • Share this:
મુંબઈ : એક તરફ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ-પાથલ સતત ચાલી રહી છે, બીજી તરફ રાજ્યસભા સાંસદ અને શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત (Sanjay Raut)એ સોમવારે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં 2022ને લઈ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. રાઉતે કહ્યું કે વર્ષ 2022માં યોજાનારી રાષ્ટ્રપતિ (President)પદની ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટીઓએ એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)ના નામ પર વિચાર કરવો જોઈએ. રાઉતે એવો પણ દાવો કર્યો કે 2022 સુધી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો નિર્ણય કરવા માટે 'અમારી તરફ' પૂરતી સંખ્યા હશે.

મૂળે, શરદ પવારે મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનાવવા માટે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસને એક સાથે લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેઓએ ગઠબંધનમાં જોડાવા માટે કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓને સમજાવ્યા હતા. તેના માટે દિલ્હી આવીને તેઓએ અનેકવાર સોનિયા ગાંધી સાથે મુલાકાત પણ કરી હતી. આ જ કારણ છે કે રાઉત શરદ પવાર પ્રતિ શરમ છે અને આગામી રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે તેમના નામ પર વિચાર કરવા માટે કહી રહ્યા છે.

'પાર્ટી CAA વિરોધ પ્રદર્શનોનું સમર્થન કરે છે'

નોંધનીય છે કે, ગત શનિવારે સંજય રાઉતે કહ્યું હતું કે તેમની પાર્ટી સંશોધિત નાગરિકતા કાયદાની વિરુદ્ધમાં થઈ રહેલા પ્રદર્શનોનું સમર્થન કરે છે. રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્ર દેશ માટે એક 'પાઠ' છે. એવામાં કોઈને ભયભીત થવાની જરૂર નથી. સંજય રાઉતે સીએએ પર જમાત-એ-ઇસ્લામિક હિંદ અને એસોસિએશન ફૉર પ્રોટેક્શન ઑફ સિવિલ રાઇટ્સ દ્વારા આયોજિત એક બેઠક દરમિયાન આ વાત કહી. તેઓએ કહ્યું કે, મારી પાર્ટી સીએએ વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોના પક્ષમાં છે.

'બીજેપી હારને પચાવી નથી શકતું'

સંજય રાઉતે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં મળેલી હારને બીજેપી હજુ સુધી પચાવી નથી શક્યું. રાઉતે કહ્યું કે, તેઓ અત્યાર સુધી આઘાતમાં છે અને આપણે તેમને વધુ દુ:ખ આપવું જોઈએ. તેઓએ કહ્યું કે દેશને પાઠ આપ્યો છે કે ડરશો નહીં. તેમનો ઈશારો સંભવત: બીજેપી સાથે સંબંધ તોડીને રાજ્યમાં કૉંગ્રેસ અને એનસીપી સાથે મળી સરકાર બનાવવા તરફ હતો. તેઓએ કહ્યું કે મહારાષ્ટ્રે દેશને રસ્તો બતાવ્યો છે. દેશ આપણો ધર્મ છે. આપણે સૌ એકજૂથ થવી જોઈએ અને તેનાથી તે (બીજેપી) ડરેલું છે.આ પણ વાંચો, જનરલ સુલેમાનીના મોતથી ઈરાન ઉકળ્યું, ટ્રમ્પનો શિરચ્છેદ કરાનારાને 80 મિલિયન ડૉલરનું ઈનામ
First published: January 6, 2020, 2:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading