દેવેન્દ્ર ફડણવીસ સાથેની મુલાકાત બાદ સંજય રાઉતે કહ્યું, અમે દુશ્મન નથી, PM મોદી અમારા પણ નેતા

દેવેન્દ્ર ફડણવીસ સાથેની મુલાકાત બાદ સંજય રાઉતે કહ્યું, તેઓ અમારા દુશ્મન નથી, અમે તેમની સાથે કામ કર્યું છે

દેવેન્દ્ર ફડણવીસ સાથેની મુલાકાત બાદ સંજય રાઉતે કહ્યું, તેઓ અમારા દુશ્મન નથી, અમે તેમની સાથે કામ કર્યું છે

 • Share this:
  નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) અને શિવસેનાના સાંસદ સંજય રાઉત (SanJay Raut)ની વચ્ચે શનિવારશે થયેલી મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ફરી ગરમાવો આવી ગયો છે અને તેમની આ મુલાકાત પર ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ સંજય રાઉતે ફડણવીસની સાથે થયેલી તેમની મુલાકાતને લઈ પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે આ પહેલાથી નક્કી થયેલી મુલાકાત હતી. શિવસેના (Shiv Sena)ના મુખપત્ર સામનાને લઈ તેઓએ ફડણવીસ સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેઓએ કહ્યું કે, નરેન્દ્ર મોદી (Narendra Modi) વડાપ્રધાન છે, એવામાં તેઓ ઉદ્વવ ઠાકરે (Uddhav Thackeray)ના નેતા છે. તેઓ અમારા નેતા પણ છે.

  દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાતને લઈ પ્રતિક્રિયા આપતાં સંજય રાઉતે જણાવ્યું કે, ફડણવીસ અમારા દુશ્મન નથી, અમે તેમની સાથે કામ કર્યું છે. તેમની સાથે મારી મુલાકાત સામનાને લઈને થઈ. આ મુલાકાત વિશે ઉદ્ધવ ઠાકરેને જાણકારી છે. અમારી વિચારધારામાં અંતર છે, પરંતુ અમે એક-બીજાના દુશ્મન નથી. એનડીએથી અકાળી દળના અલગ થવા અંગે સંજય રાઉતે કહ્યું કે આ બીજેપી માટે મોટો આંચકો છે. તેઓએ કહ્યું કે શિવસેના અને અકાળી દળ વગર એનડીએ અપૂર્ણ છે. આ બંને તેના મજબૂત સ્તંભ હતા.

  આ પણ વાંચો, શાહિદ આફ્રિદીએ કહ્યું- મોદી સરકાર છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે સીરીઝ નહીં યોજાય

  સંજય રાઉતે કહ્યું કે, શિવસેનાને ન છૂટકે એનડીએથી બહાર જવું પડ્યું હતું. હવે અકાળી દળે પણ આવું જ કર્યું. એનડીએને હવે નવા સાથી મળી ગયા છે. હું તેમને શુભકામનાઓ આપું છું. જે ગઠબંધનમાં શિવસેના અને અકાળી દળ નથી, હું તેને એનડીએ નથી માનતો. સંજય રાઉતે એક હોટલલમાં ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. રાઉત ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી બાદ સત્તાની વહેંચણીના ફોર્યૂં લાને લઈને બીજેપી વિરોધી વલણને લઈ ચર્ચામાં આવ્યા હતા.

  આ પણ વાંચો, NDAની સૌથી જૂની પાર્ટીએ છેડો ફાડ્યો, આવી રહી BJP-અકાળી દળની 23 વર્ષની સફર

  મહારાષ્ટ્ર બીજેપીના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ જણાવ્યું કે, આ મુલાકાતનો કોઈ રાજકીય અર્થ નથી. શિવસેના અને બીજેપીએ ગત વિધાનસભા ચૂંટણી મળીને લડી હતી, પરંતુ ચૂંટણી બાદ સત્તામાં ભાગીદારીેન લઈ ઉદ્ધવ ઠાકરેની આગેવાની પાર્ટી બીજેપીનો સાથ છોડીને જતી રહી હતી અને એનસીપી તથા કૉંગ્રેસની સાથે મળી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: