શિવસેના ઈચ્છે ત્યારે મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર બનાવી શકે છે : સંજય રાઉત

News18 Gujarati
Updated: November 1, 2019, 11:31 AM IST
શિવસેના ઈચ્છે ત્યારે મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર બનાવી શકે છે : સંજય રાઉત
શિવસેના સાંસદ સંજય રાઉત (ફાઇલ ફોટો)

સંજય રાઉતે કહ્યુ કે, મહારાષ્ટ્રની જનતા ઈચ્છે છે કે રાજ્યના મુખ્યમંત્રી શિવસેનાથી હોય

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Elections)ના પરિણામ આવ્યા બાદ શિવસેના (Shiv Sena) અને બીજેપી (BJP)ની વચ્ચે સરકાર બનાવવા માટે ખેંચતાણ ખતમ થવાનું નામ નથી લઈ રહી. હવે ફરી એકવાર શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત (Sanjay Raut)એ કહ્યુ કે શિવસેના ઈચ્છે ત્યારે સરકાર બનાવી શકે છે. સંજય રાઉતે આ ઉપરાંત મુખ્યમંત્રીપદનો મુદ્દો ફરી એકવાર ઉઠાવ્યો છે અને કહ્યુ કે મહારાષ્ટ્રની જનતા ઈચ્છે છે કે રાજ્યના મુખ્યમંત્રી શિવસેનાથી હોય. એવું કહીને રાઉતે એ સ્પષ્ટપણે જાહેર કરી દીધું કે આદિત્ય ઠાકરે (Aditya Thackeray)ને મુખ્યમંત્રી બનાવવાના મુદ્દે હજુ પણ શિવસેના મક્કમ છે.

શિવસેના સ્થિર સરકાર રચવા માટે સક્ષમ

સંજય રાઉતે કહ્યુ કે, જો શિવસેના એવો નિર્ણય લઈ લે કે સરકાર બનાવવી છે તો તે રાજ્યમાં સ્થિર સરકાર બનાવી શકે છે. મહારાષ્ટ્રના લોકોનો જનાદેશ આ આધારે આવ્યો છે કે 50-50નો ફૉમ્યૂલા પર સરકાર રચાય. જ્યારે જનતા સુધી આ વાત પહોંચી કે મંત્રીમંડળ માટે 50-50નો ફૉમ્યૂલા છે ત્યારબાદ જનતાએ આ જનાદેશ આપ્યો છે. તેઓએ કહ્યુ કે, રાજ્યના લોકો એવું ઈચ્છે છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિવસેનાના હોય.

હજુ પણ ખેંચતાણ ચાલુ

મીડિયા રિપોર્ટ મુજબ, બીજેપીને 120 ધારાસભ્યોનું સમર્થન મળી શકે છે. જેમાં 15 અપક્ષ ધારાસભ્યો પણ બીજેપીને સાથ આપી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે શિવસેના સમર્થન ન કરે તેવી સ્થિતિમાં જો એનસીપી વૉક આઉટ કરે છે તો ગૃહની સંખ્યા 234 થઈ જશે. એવામાં બીજેપીને બહુમત માટે 118 ધારાસભ્યો જોઈએ. જેમાં હવે બીજેપીને 120 ધારાસભ્યોનું સમર્થન મળી શકે છે. એવામાં જો શિવસેના સાથ ન આપે તો પણ શિવસેનાની સોદાબાજીની ક્ષમતા ઓછી થઈ જશે.

આ પણ વાંચો,

ખેડૂતની માંગણી: BJP-શિવસેના નક્કી ન કરે ત્યાં સુધી મને CM બનાવો!
'શિવસેના પાછળ નહીં હટે, BJP પાસે 145નો આંકડો છે તો સરકાર બનાવી લે'
First published: November 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading