Home /News /national-international /સંજય રાઉતના તેવર બદલાયા- દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા...PM મોદી અને ગૃહમંત્રી શાહને પણ મળશે

સંજય રાઉતના તેવર બદલાયા- દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા...PM મોદી અને ગૃહમંત્રી શાહને પણ મળશે

સંજય રાઉતના તેવર બદલાયા

શિવસેનાના રાજ્યસભા સાંસદ (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પાત્ર ચાલ કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 100 દિવસથી વધુ મુંબઈ આર્થર રોડ જેલમાં બંધ રહ્યા પછી સંજય રાઉત બુધવારે સાંજે જામીન મળી ગયા હતા . તેમને મુંબઈની વિશેષ અદાલતે આ કેસમાં જામીન આપ્યા છે. ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં સંજય રાઉતે ભાજપ અને તેના નેતાઓને લઈને વલણ બદલ્યું હતું. તેમણે દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતા એમ પણ કહ્યું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવા દિલ્હી જઈશ.

વધુ જુઓ ...
  શિવસેનાના રાજ્યસભા સાંસદ (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પાત્ર ચાલ કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 100 દિવસથી વધુ મુંબઈ આર્થર રોડ જેલમાં બંધ રહ્યા પછી સંજય રાઉત બુધવારે સાંજે જામીન મળી ગયા હતા . તેમને મુંબઈની વિશેષ અદાલતે આ કેસમાં જામીન આપ્યા છે. ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં સંજય રાઉતે ભાજપ અને તેના નેતાઓને લઈને વલણ બદલ્યું હતું. તેમણે દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતા એમ પણ કહ્યું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવા દિલ્હી જઈશ. ઉદ્ધવ જૂથના શિવસેનાના નેતાએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે કેટલાક સારા નિર્ણયો લીધા છે, જેનું હું સ્વાગત કરું છું.

  મહારાષ્ટ્ર: જામીન બાદ સંજય રાઉત બાલ ઠાકરે સ્મારક પહોંચ્યા, કહ્યું- શિવસેના (U) 'અસલ' પાર્ટી


  પોતાની ધરપકડ અંગે સંજય રાઉતે કહ્યું કે, 'મારી રાજકીય રીતે ખોટા આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હું ED કે અન્ય કોઈની સામે વાત નહીં કરું. મારા મનમાં કોઈની વિરુદ્ધ કંઈ નથી. જેલમાં રહેતા દરમિયાન હું દિવાલો સાથે વાતો કરતો અને બેસીને વિચારતો કે વીર સાવરકર અને અટલ બિહારી વાજપેયી જેલમાં કેવા રહ્યા હશે. જ્યારે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે રાઉતે કહ્યું કે, જો મારી તબિયત ઠીક રહેશે તો હું ચોક્કસપણે ભારત જોડો યાત્રામાં જોડાઈશ. હું આજે આ વિશે ઉદ્ધવ ઠાકરે સાથે પણ વાત કરીશ. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વર્ષે 31 જુલાઈના રોજ ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ સારવાર દરમિયાન નિવૃત સિવિલ સર્જનનું મોત, દીકરીઓએ પિતાની અર્થીને કાંધ આપી

  સંજય રાઉતે કહ્યું, 'મહારાષ્ટ્રમાં નવી સરકાર બની, હું તેમના કેટલાક સારા નિર્ણયોનું સ્વાગત કરું છું. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેટલાક સારા નિર્ણયો લીધા છે. અમને લાગે છે કે રાજ્ય નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસ ચલાવી રહ્યા છે અને તેઓ રાજ્યનું નેતૃત્વ કરી રહ્યા છે. હું એકનાથ શિંદેને મુખ્યમંત્રી માનતો નથી. આ એક આકસ્મિક અને ગેરબંધારણીય સરકાર છે. હું 2-4 દિવસમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને લોકોના કામ અંગે મળીશ. હું દિલ્હી જઈને પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળીશ. આજે ઉદ્ધવ ઠાકરેને મળશે. NCPના વડા શરદ પવારે પણ મને ફોન કર્યો હતો, હું તેમને પણ મળીશ. આવી બદલાની રાજનીતિ આપણે ક્યારેય જોઈ નથી.

  આ પહેલા આર્થર રોડ જેલમાંથી છૂટ્યા બાદ સંજય રાઉત બુધવારે સાંજે ભગવાન ગણેશના આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. રાજ્યસભા સાંસદ સભ્ય દક્ષિણ મુંબઈમાં એક હનુમાન મંદિર અને શિવાજી પાર્કમાં બાલ ઠાકરે સ્મારકની પણ મુલાકાત લીધી. પીટીઆઈ અનુસાર, રાઉતને સાંજે 6.50 વાગ્યે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ લગભગ 10.30 વાગ્યે જ ઉત્તરપૂર્વ મુંબઈના નાહુરમાં તેમના નિવાસસ્થાને પહોંચી શક્યા હતા. પોતાના ગળામાં કેસરીયો સ્ટોલ લપેટીને, સંજય રાઉતે જેલની બહાર એકઠા થયેલા પક્ષના કાર્યકરો અને સમર્થકોનું અભિવાદન કર્યું. પત્રકારો સાથે વાત કરતા, તેમણે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાને "વાસ્તવિક" પક્ષ ગણાવ્યો, જેની સ્થાપના દિવંગત બાલ ઠાકરેએ કરી હતી.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Eknath Shinde, Maharashtra, Sanjay raut

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन